એસ.વી. કોલેજ ઓફ એજ્યુકેશન અને સૂરજબા કોલેજ ઓફ એજ્યુકેશન, કડી ખાતે ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી
ગાંધીનગર, 14 માર્ચ (હિ.સ.) એસ.વી. કોલેજ ઓફ એજ્યુકેશન અને સૂરજબા કોલેજ ઓફ એજ્યુકેશન, કડી ખાતે 14 માર્ચ,2026 નાં રોજ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી. જેની થીમ Safe Products, Confident Consumersતેમાં તાલીમાર્થીઓ દ્વારા ગ્રાહકના અધિકાર અને
ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી


ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી


ગાંધીનગર, 14 માર્ચ (હિ.સ.) એસ.વી. કોલેજ ઓફ એજ્યુકેશન અને સૂરજબા કોલેજ ઓફ એજ્યુકેશન, કડી ખાતે 14 માર્ચ,2026 નાં રોજ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી. જેની થીમ Safe Products, Confident Consumersતેમાં તાલીમાર્થીઓ દ્વારા ગ્રાહકના અધિકાર અને જવાબદારી અંગે પ્રવચન, લઘુ નાટિકા, ડિબેટ અને ગ્રાહક અધિકાર પર કાવ્ય પઠનની રજૂઆત કરવામાં આવી.

આ કાર્યક્રમ ડૉ. ભાવિક એમ શાહ નાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો. તેમાં સાહેબે વિદ્યાર્થીઓને એક સજાગ ગ્રાહક બનવા માટે અને એક શિક્ષક તરીકે ગ્રાહકોના અધિકારોથી વિદ્યાર્થીઓને વાકેફ બનાવવા શીખ આપી. સમગ્ર કાર્યક્રમનું સંકલન કોમર્સ વિષયના અધ્યાપક ડૉ.અલકા પંચાલ, અને ડૉ. તેજસ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande