બેંગકોકથી સુરત આવેલી ફ્લાઇટમાં દોઢ કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો સીટની નીચેથી જપ્ત
સુરત, 15 માર્ચ (હિ.સ.): સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બેંગકોકથી સુરત આવેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાંથી અંદાજે દોઢ કરોડ રૂપિયાની કિંમતનો હાઈડ્રોપોનિક ગાંજો ઝડપાયો છે. ગુપ
Surat


સુરત, 15 માર્ચ (હિ.સ.): સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બેંગકોકથી સુરત આવેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાંથી અંદાજે દોઢ કરોડ રૂપિયાની કિંમતનો હાઈડ્રોપોનિક ગાંજો ઝડપાયો છે. ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવેલા સર્ચ દરમિયાન આ નશીલો પદાર્થ વિમાનની સીટની નીચે છુપાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું.

માહિતી મુજબ, બેંગકોકથી આવેલી ફ્લાઇટ રાત્રે લગભગ 7:40 વાગ્યે સુરત એરપોર્ટ પર ઉતરી હતી. તપાસ દરમિયાન સીટ નંબર 12E અને 12F ની નીચે રાખવામાં આવેલા સેફ્ટી જેકેટના પાઉચમાંથી કુલ 1656 ગ્રામથી વધુ હાઈડ્રોપોનિક ગાંજો મળી આવ્યો હતો. આ ગાંજાને ચાર અલગ-અલગ પેકેટમાં વેક્યૂમ પેક કરીને છુપાવવામાં આવ્યો હતો જેથી સ્કેનિંગ દરમિયાન પણ તે ઝડપાઈ ન જાય.

કસ્ટમ્સ અધિકારીઓએ શંકાસ્પદ પદાર્થની ફીલ્ડ ટેસ્ટ કીટ દ્વારા તપાસ કરતા તે હાઈ-ક્વોલિટી હાઈડ્રોપોનિક ગાંજો હોવાનું નિશ્ચિત થયું. ત્યારબાદ NDPS એક્ટ-1985 હેઠળ કેસ નોંધાવી સમગ્ર જથ્થો કબજે કરી લેવામાં આવ્યો છે.

હવે કસ્ટમ્સ વિભાગ એ દિશામાં તપાસ કરી રહ્યો છે કે આ સીટ પર મુસાફરી કરનાર કોણ હતો અને આ નશીલો જથ્થો સુરતમાં કોને પહોંચાડવાનો હતો. એરલાઇન્સ પાસેથી મુસાફરોની યાદી મેળવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande