ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે યુવતી ભગાડવાના મામલે પરિવાર પર હુમલો
પાટણ, 15 માર્ચ (હિ.સ.) : ચાણસ્મા તાલુકાના વડાવલી ગામમાં યુવતીને ભગાડી જવાના મામલે એક પરિવાર પર હુમલો થયાની ઘટના સામે આવી છે. સાત જેટલા હુમલાખોરોએ ઘરમાં ઘૂસી તોડફોડ કરી અને પરિવારના સભ્યોને માર મારતા તેમને ઈજાઓ પહોંચી હતી. માહિતી મુજબ વડાવલી ગામના
ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે યુવતી ભગાડવાના મામલે પરિવાર પર હુમલો


પાટણ, 15 માર્ચ (હિ.સ.) : ચાણસ્મા તાલુકાના વડાવલી ગામમાં યુવતીને ભગાડી જવાના મામલે એક પરિવાર પર હુમલો થયાની ઘટના સામે આવી છે. સાત જેટલા હુમલાખોરોએ ઘરમાં ઘૂસી તોડફોડ કરી અને પરિવારના સભ્યોને માર મારતા તેમને ઈજાઓ પહોંચી હતી.

માહિતી મુજબ વડાવલી ગામના જયંતીભાઈ મુળચંદદાસ પટેલનો પુત્ર નૈનેશ ચવેલી ગામની એક યુવતીને ભગાડી ગયો હતો. આ બાબતે વાતચીત કરવા ચવેલી ગામના ચાર અને વડાવલી ગામના ત્રણ મળી કુલ સાત લોકો જયંતીભાઈના ઘરે આવ્યા હતા.

પરંતુ વાતચીત કરવા બદલે હુમલાખોરોએ જયંતીભાઈ, તેમની પત્ની, પુત્ર નિલેશ, કાકા દિનેશ પટેલ અને મીત દિનેશ પટેલ પર સ્ટીલની પાઈપો અને હિંચકાની સાંકળ વડે હુમલો કર્યો. આ દરમિયાન ઘરમાં તોડફોડ કરી વોશિંગ મશીન, બારીના કાચ અને બહાર ઉભેલી ઈકો કારને નુકસાન પહોંચાડ્યું, તેમજ ઘોડિયામાં સૂતેલા બાળકને નીચે પાડી ઘોડિયું તોડી નાખ્યું.

ઘટના બાદ 112 પર જાણ થતાં હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા ચાણસ્મા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નિલેશ પટેલની ફરિયાદના આધારે પોલીસે સાત આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande