પ્રધાનમંત્રીએ એક સંસ્કૃત સુભાષિત દ્વારા, હિંમત અને આત્મવિશ્વાસથી અશક્યને શક્ય બનાવવાનો સંદેશ આપ્યો
નવી દિલ્હી, 17 માર્ચ (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું, જેમાં હિંમત, આત્મવિશ્વાસ અને ઇચ્છાશક્તિને સૌથી મોટી માનવ શક્તિ તરીકે વર્ણવવામાં આવી છે. મંગળવારે, પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું હતુ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 17 માર્ચ (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું, જેમાં હિંમત, આત્મવિશ્વાસ અને ઇચ્છાશક્તિને સૌથી મોટી માનવ શક્તિ તરીકે વર્ણવવામાં આવી છે.

મંગળવારે, પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું હતું કે, હિંમત અને નિશ્ચયથી ભરેલા વ્યક્તિ માટે કંઈ પણ અશક્ય નથી. આત્મવિશ્વાસ અને ઇચ્છાશક્તિથી, સૌથી મુશ્કેલ પડકારોને પણ દૂર કરી શકાય છે.

એક સંસ્કૃત સુભાષિત શેર કરતા તેમણે કહ્યું:

एकोऽपि सिंहः साहस्रं यूथं मथ्नाति दन्तिनाम्।तस्मात् सिंहमिवोदारमात्मानं वीक्ष्य सम्पतेत्॥

આ સુભાષિતનો અર્થ એ છે કે, જેમ એક સિંહમાં હજારો હાથીઓના ટોળાને હરાવવાની ક્ષમતા હોય છે, તેવી જ રીતે માનવીએ પોતાની આંતરિક શક્તિને ઓળખીને, સિંહની જેમ હિંમતવાન, આત્મવિશ્વાસપૂર્ણ અને ઉદાર બનીને નિર્ભયતાથી આગળ વધવું જોઈએ.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande