હારીજ તાલુકાના અડિયા ગામની અપહરણ થયેલી સગીરા સુરક્ષિત મળી, આરોપી પોલીસ કબજામાં
પાટણ, 17 માર્ચ (હિ.સ.)પાટણ જિલ્લાના હારીજ તાલુકાના અડિયા ગામેથી 3 માર્ચ, 2026ના રોજ એક સગીર વયની દીકરીનું અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ થયાનું સામે આવ્યું હતું. આ અંગે હારીજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ તપાસ શરૂ કરવામાં આવી હતી. ઘટના બાદ ઘણા દિવસો સુધી
હારીજ તાલુકાના અડિયા ગામની અપહરણ થયેલી સગીરા સુરક્ષિત મળી, આરોપી પોલીસ કબજામાં


હારીજ તાલુકાના અડિયા ગામની અપહરણ થયેલી સગીરા સુરક્ષિત મળી, આરોપી પોલીસ કબજામાં


પાટણ, 17 માર્ચ (હિ.સ.)પાટણ જિલ્લાના હારીજ તાલુકાના અડિયા ગામેથી 3 માર્ચ, 2026ના રોજ એક સગીર વયની દીકરીનું અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ થયાનું સામે આવ્યું હતું. આ અંગે હારીજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ તપાસ શરૂ કરવામાં આવી હતી.

ઘટના બાદ ઘણા દિવસો સુધી દીકરીનો કોઈ પત્તો ન મળતા, સગીરાના માતા-પિતા અને ગ્રામજનોમાં ચિંતા વધતી ગઈ હતી. તેઓએ ન્યાયની માંગ સાથે પાટણ એસપી કચેરીએ રજૂઆત કરી હતી.

શરૂઆતમાં પોલીસે તેમને રોકતા થોડી બોલાચાલી થઈ હતી, પરંતુ બાદમાં જિલ્લા પોલીસ વડા સમક્ષ તેઓએ દીકરીને ઝડપથી શોધી લાવવા અને આરોપીની ધરપકડ કરવાની માંગ ઉગ્ર રીતે રજૂ કરી હતી.

આ ઘટનાને ગંભીરતાથી લઈને રાધનપુર ડીવાયએસપી પરેશ રેણુકાના માર્ગદર્શન હેઠળ પોલીસની વિવિધ ટીમોએ ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી તપાસ તેજ બનાવી હતી.

અંતે પોલીસે અપહરણ કરનાર આરોપી અને સગીરાને શોધી કાઢવામાં સફળતા મેળવી છે. હાલમાં બંનેને પોલીસ કબજામાં લેવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande