વાળીનાથ પ્રકૃતિ ઉદ્યાનનું લોકાર્પણ: જનભાગીદારીથી સર્જાયો સુંદર બગીચો
પાટણ, 17 માર્ચ (હિ.સ.)પાટણના વાળીનાથ ચોક વિસ્તારમાં આશરે 7 લાખ રૂપિયાના ખર્ચે વાળીનાથ પ્રકૃતિ ઉદ્યાનનું નિર્માણ કરવામાં આવ્યું છે. અગાઉ ગંદકી અને કચરાના ઢગલાઓથી ભરેલી આ જગ્યા હવે સુંદર બગીચામાં પરિવર્તિત થઈ છે. સ્થાનિક સંગઠન દ્વારા એક વર્ષની મહેનત
વાળીનાથ પ્રકૃતિ ઉદ્યાનનું લોકાર્પણ: જનભાગીદારીથી સર્જાયો સુંદર બગીચો


પાટણ, 17 માર્ચ (હિ.સ.)પાટણના વાળીનાથ ચોક વિસ્તારમાં આશરે 7 લાખ રૂપિયાના ખર્ચે વાળીનાથ પ્રકૃતિ ઉદ્યાનનું નિર્માણ કરવામાં આવ્યું છે. અગાઉ ગંદકી અને કચરાના ઢગલાઓથી ભરેલી આ જગ્યા હવે સુંદર બગીચામાં પરિવર્તિત થઈ છે. સ્થાનિક સંગઠન દ્વારા એક વર્ષની મહેનત અને શ્રમદાનથી આ ઉદ્યાન સાકાર થયું છે.

આ ઉદ્યાનનું લોકાર્પણ નગરપાલિકા ચીફ ઓફિસર હિરલબેન ઠાકરના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમણે નાગરિકોની આ પહેલને બિરદાવી અને સ્વચ્છતા જાળવવા તથા પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે અનુરોધ કર્યો. તેમણે કહ્યું કે નાગરિકોએ પોતાની જવાબદારી સમજી સહભાગી બનવું જરૂરી છે.

ચીફ ઓફિસરે જણાવ્યું કે નગરપાલિકામાં કામદારોની અછત હોવા છતાં શ્રેષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે રેતી ભરેલા ડમ્પરોને કારણે શહેરની સ્વચ્છતા બગડતી હોવાની પણ નોંધ લીધી અને સ્ટ્રીટ લાઈટ તેમજ અન્ય સુવિધાઓ માટે સકારાત્મક પ્રતિસાદ આપ્યો.

ઉદ્યાનમાં બાળકો માટે રમકડાં સાધનો મૂકવામાં આવ્યા છે અને સિનિયર સિટીઝન તથા સ્થાનિક રહીશોના સહયોગથી સમગ્ર વિસ્તારનો કાયાકલ્પ થયો છે. કાર્યક્રમનું સંચાલન સ્થાનિક કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું હતું અને દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande