મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલ 19 માર્ચે પોરબંદરની મુલાકાતે
પોરબંદર, 18 માર્ચ (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે 19 માર્ચના રોજ પોરબંદર જિલ્લાની મુલાકાતે પધારનાર છે. મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને બપોરે 3:00 વાગ્યે શહેરના તાજાવાલા હોલ ખાતે વિકાસના વિવિધ કામોના ખાતમુહુર્ત અને લોકાર્પણનો ગરીમામય
ફાઈલ ફોટો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ


પોરબંદર, 18 માર્ચ (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે 19 માર્ચના રોજ પોરબંદર જિલ્લાની મુલાકાતે પધારનાર છે. મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને બપોરે 3:00 વાગ્યે શહેરના તાજાવાલા હોલ ખાતે વિકાસના વિવિધ કામોના ખાતમુહુર્ત અને લોકાર્પણનો ગરીમામય કાર્યક્રમ યોજાશે.

આ અવસરે મુખ્યમંત્રીના હસ્તે પોરબંદર જિલ્લામાં કુલ રૂ. 356 .82 કરોડથી વધુના ખર્ચે 45 જેટલા વિકાસલક્ષી કાર્યોની ભેટ નાગરિકોને અર્પણ કરવામાં આવશે. જેમાં અંદાજે રૂ. 263.71કરોડના ખર્ચે તૈયાર થનારા 16 કામોનું ઇ-ખાતમુહૂર્ત અને રૂ. 93.11 કરોડના 29 કામોનું ઇ-લોકાર્પણ કરવામાં આવશે.

આ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સમાં વિવિધ વિભાગોના જનહિતલક્ષી કાર્યોનો સમાવેશ થાય છે. જેમાં મુખ્યત્વે શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના રૂ. 237.80 કરોડથી વધુના 15 કામો, માર્ગ અને મકાન વિભાગના રૂ. 73.97 કરોડથી વધુના 14 કામો, વન અને પર્યાવરણ વિભાગ હેઠળ રૂ.20કરોડના ખર્ચે તૈયાર થનાર 'સર્વોદય વન', ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રૂ. 20.56 કરોડથી વધુના તેમજ શ્રમ અને રોજગાર વિભાગના રૂ. 4.48કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટ્સ સામેલ છે. આ ગરિમામય અવસરે મુખ્યમંત્રીની સાથે જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયા તેમજ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહેશે.

જિલ્લા કલેકટર એસ. ડી. ધાનાણીએ મુખ્યમંત્રીના આ પ્રવાસની વિગતો માધ્યમોને આપી હતી અને જિલ્લાના સર્વે નાગરિકોને જિલ્લાના વિકાસના આ વિશેષ કાર્યક્રમમાં હાજરી આપવા હાર્દિક અનુરોધ કર્યો હતો. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન પોરબંદર જિલ્લામાં વિકાસના કાર્યો એ જ ગતિએ થયા છે એટલું જ નહીં પોરબંદર જિલ્લાનો પ્રવાસન ક્ષેત્રે વિકાસ થાય તે માટે સર્વાંગી કાર્યો પણ રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. પોરબંદરના સાંસદ મનસુખ માંડવીયા પણ કેન્દ્રીય મંત્રી હોય , રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી જિલ્લામાં વિકાસલક્ષી પ્રોજેક્ટ સાકાર થઈ રહ્યા છે અને જેનો લાભ જિલ્લાના લોકોને મળી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande