માંડોદરા ગામે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમથી ગ્રામજનોને સ્થળ પર જ વિવિધ સેવાઓનો લાભ મળ્યો : બહોળી સંખ્યામાં લોકોએ લીધો લાભ
જૂનાગઢ, 18 માર્ચ (હિ.સ.) જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના માંડોદરા પ્રાથમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિવિધ સેવાઓનો લાભ લીધો હતો. આ કાર્યક્રમના અનુભવ અંગે સુલતાનાબાદના વતની નરેન્દ્રભાઈ એ જણાવ્યું હતું કે આજે માંડોદરા માં વહી
માંડોદરા ગામે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમથી ગ્રામજનોને સ્થળ પર જ વિવિધ સેવાઓ


જૂનાગઢ, 18 માર્ચ (હિ.સ.) જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના માંડોદરા પ્રાથમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિવિધ સેવાઓનો લાભ લીધો હતો.

આ કાર્યક્રમના અનુભવ અંગે સુલતાનાબાદના વતની નરેન્દ્રભાઈ એ જણાવ્યું હતું કે આજે માંડોદરા માં વહીવટી તંત્ર દ્વારા આયોજિત સેવાસેતું કાર્યક્રમમાં નિરાધાર વૃદ્ધ સહાય યોજનાનો અમારા આંગણે જ લાભ મળ્યો છે. આ તકે હું રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરું છું.

અન્ય એક લાભાર્થી જયદીપભાઈ એ જણાવ્યુ હતુ કે, હું મારા દીકરાનું આધાર કાર્ડ માટે આવ્યો હતો. અને સ્થળ પરજ હું લાભાન્વિત થયો છું. આ સેવાસેતુ કાર્યક્રમ થકી ગામના અરજદારો અને ગરીબ પરિવારો ને તાલુકા સુધી જવુ પડતુ નથી. માંડોદરા વતની દિવ્યાંગ ભીમજીભાઈ પરમારે રેશનકાર્ડમાં નામ ઘર આંગણે જ સુધારો થઈ જતા ખુબજ ખુશ જોવા મળ્યા હતા. આમ, રાજય સરકાર દ્વારા નાગરિક પ્રથમ અભિગમને અનુલક્ષીને શરૂ કરવામાં આવેલ સેવા સેતુ કાર્યક્રમના માધ્યમ થી નાગરિકો ઘર આંગણે જ વિવિધ સરકારી સેવાનો લાભ લીધો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande