જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને ખેતપેદાશોને સુરક્ષિત સ્થળે ખસેડવા અનુરોધ, તા.૨૦ માર્ચ સુધી ગાજવીજ સાથે વરસાદની શક્યતા
જુનાગઢ 18 માર્ચ (હિ.સ.) હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, આગામી તા. ૧૮-૦૩-૨૦૨૬ થી તા. ૨૦-૦૩-૨૦૨૬ દરમિયાન ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ વાદળછાયા વાતાવરણ અને વરસાદી માહોલને
જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને ખેતપેદાશોને સુરક્ષિત સ્થળે ખસેડવા અનુરોધ, તા.૨૦ માર્ચ સુધી ગાજવીજ સાથે વરસાદની શક્યતા


જુનાગઢ 18 માર્ચ (હિ.સ.) હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, આગામી તા. ૧૮-૦૩-૨૦૨૬ થી તા. ૨૦-૦૩-૨૦૨૬ દરમિયાન ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ વાદળછાયા વાતાવરણ અને વરસાદી માહોલને ધ્યાને રાખીને રાજ્યના ખેડૂતોને તેમના તૈયાર પાકના રક્ષણ માટે જરૂરી સાવચેતીના પગલાં લેવા ખેતીવાડી વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

કમોસમી વરસાદથી થતા સંભવિત પાક નુકસાનને રોકવા માટે ખેડૂતોએ ખેતરમાં કાપણી કરેલ પાક જો ખુલ્લામાં હોય, તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવો અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવો. વરસાદનું પાણી ઢગલાની નીચે ન ઉતરે તે માટે ઢગલાની ફરતે માટીનો પાળો બનાવવો.

વરસાદી વાતાવરણને ધ્યાને રાખી આ સમયગાળા દરમિયાન જંતુનાશક દવાઓનો છંટકાવ અને ખાતરનો ઉપયોગ કરવાનું ટાળવું. ઉપરાંત ખાતર અને બિયારણનો જથ્થો પલળે નહીં તે રીતે સુરક્ષિત સ્થળે રાખવા.

માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ અને ખેડૂતોએ અનાજ તથા ખેતપેદાશોને શેડ નીચે રાખવા અથવા તાડપત્રીથી ઢાંકીને સુરક્ષિત રાખવા. શક્ય હોય તો આ દિવસો દરમિયાન વેચાણ અર્થે લાવવામાં આવતી પેદાશો ટાળવી અથવા સંપૂર્ણ સુરક્ષા સાથે લાવવી. આ અંગે વધુ માહિતી કે માર્ગદર્શન માટે ખેડૂતોએ સંલગ્ન વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી અથવા કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૧૮૦-૧૫૫૧ પર સંપર્ક કરવો. તેમ મેક અખબારી યાદીમાં જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande