દાહોદ નગર સેવા સદનનો વહીવટદાર તરીકે મિલિન્દ દવે એ ચાર્જ સંભાળ્યો
દાહોદ, 18 માર્ચ (હિ.સ.) : દાહોદ નગર સેવા સદનની ટર્મ પૂર્ણ થતા વહીવટદાર તરીકે દાહોદ SDM મિલિન્દ દવેને ચાર્જ મળતાની સાથે એક્શન મોડમા દાહોદ પ્રાંત કચેરી ખાતે કરી પ્રેસ કોન્ફરન્સ. આ કોન્ફરન્સમા વહીવટદાર દ્વારા દાહોદ નગરને સ્વચ્છ અને સુંદર સ્માર્ટ શહેર
Dahod sdm in  action after taking charge of nagar seva sadan dahod


દાહોદ, 18 માર્ચ (હિ.સ.) : દાહોદ નગર સેવા સદનની ટર્મ પૂર્ણ થતા વહીવટદાર તરીકે દાહોદ SDM મિલિન્દ દવેને ચાર્જ મળતાની સાથે એક્શન મોડમા દાહોદ પ્રાંત કચેરી ખાતે કરી પ્રેસ કોન્ફરન્સ. આ કોન્ફરન્સમા વહીવટદાર દ્વારા દાહોદ નગરને સ્વચ્છ અને સુંદર સ્માર્ટ શહેર બનાવવા માટે શુક્રવારે 20 માર્ચના રોજ નગર વિસ્તારમાં એક ડ્રાઇવનું આયોજન કર્યું છે. જેમાં સૌથી પેહલા સ્વચ્છતાને ધ્યાને લઈ જે વેપારીઓ કે લોકો પોતાના દુકાન કે ઘરની બહાર ગંદકી અને સફાઈ નહી રાખતા હોય તેવા લોકોને નિયમ અનુસાર દંડ કરવામાં આવશે અને દરેક વેપારીઓ એ પોતાની દુકાનની બહાર ડસ્ટબીન મુકવાના રહેશે. બીજી પ્રાથમિકતા પાર્કિંગની છે જેમાં દાહોદ નગરના મુખ્ય માર્ગો ઉપર આડેધડ થતા ગેરકાયદેસર પાર્કિંગ કરનારા વ્યક્તિઓના વાહન ટોઈન્ગ કરી અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

ત્રીજી બાબત વેપારીઓ દ્વારા રાખવામાં આવતી પ્લાસ્ટિકની થેલીઓ જો સરકારના નિયમ કરતા ઓછા માઈક્રોનની હશે તો તે જપ્ત કરી અને કાર્યવાહી કરવામાં આવશે.

Sdm દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ એક પ્રક્રિયાનો અને સ્માર્ટ શહેરની સ્વછતા અને અસ્મિતા વધારવા માટેનો અમારો પ્રયાસ છે, જેમાં અમને દરેક નાગરિકનો હકારાત્મક સહયોગ મળશે તેવી આશા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Nehal Shah


 rajesh pande