


પોરબંદર, 18 માર્ચ (હિ.સ.) : પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ ગામોમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલના ભાગરૂપે પોરબંદર જિલ્લાના પ્રાથમિક શાળા દેગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ સેવા સેતુ કાર્યક્રમ દેગામ આસપાસના ગામોના લોકોએ સરકારની વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ લીધો હતો અને આ સેવાસેતુ કાર્યક્રમ દરમિયાન 1400 થી વધુ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya