
પોરબંદર, 18 માર્ચ (હિ.સ.) : પોરબંદરના છાયા એસસીસી રોડ પર વરલી મટકાનો જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે કમલાબાગ પોલીસે દરોડો પાડી એક શખ્સને ઝડપી લીધો હતો. પોરબંદરના છાયા એસીસી રોડ પર કુંભાર વડી પાસે વરલી મટકાનો જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે કમલાબાગ પોલીસ દરોડો પાડી વરલી મટકાનો જુગાર રમાડતા મિલન પ્રવિણભાઈ ઠકરારને ઝડપી લીધો હતો અને સ્થળ પરથી આંકડા લખેલી ચિઠ્ઠી અને રોકડ રૂ.10,750ની રોકડ કબ્જે કરી તેમની સામે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધવામા આવ્યો હતો.
--------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya