ભાવનગર કલેકટર ડૉ.મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
ભાવનગર, 18 માર્ચ (હિ.સ.) : ભાવનગર ખાતે જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન કલેકટરએ વિવિધ પડતર અરજીઓ અને મહત્વપૂર્ણ મુદ્દાઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી. ખાસ કરીને વસુલાત અને પે
મેટિંગ


ભાવનગર, 18 માર્ચ (હિ.સ.) : ભાવનગર ખાતે જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન કલેકટરએ વિવિધ પડતર અરજીઓ અને મહત્વપૂર્ણ મુદ્દાઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી. ખાસ કરીને વસુલાત અને પેન્શન સંબંધિત કેસોના સમયસર અને અસરકારક નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને વધુ જવાબદારીપૂર્વક અને સંવેદનશીલ અભિગમ અપનાવવા, નિર્ધારિત સમયમર્યાદામાં કામો પૂર્ણ થાય તેમજ તેની ગુણવત્તા જળવાઈ રહે તે માટે કલેકટરએ અધિકારીઓને સૂચનાઓ આપી હતી. સાથે જ, કાર્યમાં પારદર્શિતા અને જનહિતને પ્રાથમિકતા આપવા ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.

જિલ્લા સેવા સદનના આયોજન ખંડ ખાતે યોજાયેલી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, નિવાસી અધિક કલેકટર એન. ડી. ગોવાણી તેમજ વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande