પ્રધાનમંત્રી મોદીએ, ફ્રાન્સ, ઓમાન અને મલેશિયાના નેતાઓ સાથે વાતચીત કરી
નવી દિલ્હી, 19 માર્ચ (હિ.સ.): પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ,ગુરુવારે ઓમાનના સુલતાન, મલેશિયાના પ્રધાનમંત્રી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે ટેલિફોન પર વાતચીત કરી. આ નેતાઓ સાથે પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ અંગે ચર્ચા કરતા, પ્રધાનમંત્રી મોદીએ સંઘર્ષને ઝડપથી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 19 માર્ચ (હિ.સ.): પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ,ગુરુવારે ઓમાનના સુલતાન, મલેશિયાના પ્રધાનમંત્રી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે ટેલિફોન પર વાતચીત કરી. આ નેતાઓ સાથે પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ અંગે ચર્ચા કરતા, પ્રધાનમંત્રી મોદીએ સંઘર્ષને ઝડપથી બંધ કરવા અને સંવાદ અને રાજદ્વારી માર્ગ પર પાછા ફરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.

આ માહિતી એક્સ પર શેર કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેમણે તેમના મિત્ર રાષ્ટ્રપતિ ઇમેન્યુલ મેક્રોં સાથે વાત કરી અને ખાડી ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટે તેમના ગાઢ સંકલન ચાલુ રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.

મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમ સાથેની વાતચીતમાં, તેમણે તેમને અને પ્રદેશના લોકોને ઇદ અલ-ફિત્ર પર હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. તેમણે જણાવ્યું કે, બંને નેતાઓએ શાંતિ અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપના માટે તેમની સહિયારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.

ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક સાથે ફળદાયી વાતચીતમાં, તેમણે ઇદ અલ-ફિત્ર માટે અગાઉથી શુભેચ્છાઓ પાઠવી. તેઓ પણ સંમત થયા કે તણાવ ઓછો કરવા અને શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવા માટે સંવાદ અને રાજદ્વારી આવશ્યક છે.

વાતચીત દરમિયાન પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો કે, ભારત ઓમાનની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાના ઉલ્લંઘનની નિંદા કરે છે અને ભારતીય નાગરિકો સહિત હજારો લોકોના સુરક્ષિત પરત ફરવા માટે ઓમાનના પ્રયાસોની પ્રશંસા કરે છે. ભારત અને ઓમાન હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા સલામત અને મુક્ત નેવિગેશન માટે પ્રતિબદ્ધ છે.

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande