ભરૂચ જીએનએફસીનું 15.82 લાખનું મેડિકલ બિલ કૌભાંડ કરનાર ગૌતમ પટેલ દીવથી ઝડપાયો
જીએનએફસીમાં 15.82 લાખનું કરી નાખતા સસ્પેન્ડ કરાયો છે ભરૂચ,02 માર્ચ ( હિ.સ.) એશિયાની નામાંકિત કંપની જીએનએફસીમાં 15.82 લાખનું મેડિકલ બિલ કૌભાંડ આચરનાર ફરાર આરોપી ગૌતમ પટેલની દીવથી ધરપકડ અને ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ભરૂચની
ભરૂચ જીએનએફસીમાં 15.82 લાખનું મેડિકલ બિલ કૌભાંડ ઝડપાયું


ભરૂચ જીએનએફસીમાં 15.82 લાખનું મેડિકલ બિલ કૌભાંડ ઝડપાયું


ભરૂચ જીએનએફસીમાં 15.82 લાખનું મેડિકલ બિલ કૌભાંડ ઝડપાયું


જીએનએફસીમાં 15.82 લાખનું કરી નાખતા સસ્પેન્ડ કરાયો છે

ભરૂચ,02 માર્ચ ( હિ.સ.) એશિયાની નામાંકિત કંપની જીએનએફસીમાં 15.82 લાખનું મેડિકલ બિલ કૌભાંડ આચરનાર ફરાર આરોપી ગૌતમ પટેલની દીવથી ધરપકડ અને ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

ભરૂચની ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ (GNFC) માં મેડિકલ પોલિસીનો દુરુપયોગ કરી લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર મુખ્ય આરોપી ગૌતમ રજનીકાંત પટેલને ભરૂચ સી-ડિવિઝન પોલીસે દીવ ખાતેથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આરોપીએ પોતાના પુત્ર સાથે મળીને નકલી બિલોના આધારે કંપનીને 15.82 લાખનો ચૂનો લગાવ્યો હતો.

ભરૂચની ઝાડેશ્વર સ્થિત મંગલ દર્શન સોસાયટીમાં રહેતા અને GNFC કંપનીમાં જ્યુનિયર ફાયર ઓપરેટર તરીકે ફરજ બજાવતા ગૌતમ રજનીકાંત પટેલે વર્ષ 2020 થી 2025 દરમિયાન પોતાની પત્ની અને માતાની બીમારીની સારવારના બહાને કુલ 186 નકલી મેડિકલ બિલો કંપનીમાં રજૂ કર્યા હતા. આ બિલો ગૌતમના પુત્ર ગૌરાંગ પટેલે કોમ્પ્યુટર પર બનાવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

કંપનીના ઇન્ટરનલ ઓડિટ દરમિયાન મોટી સંખ્યામાં મેડિકલ ક્લેઈમ આવતા કંપનીના ચીફ મેનેજર (લીગલ) રીકેશકુમાર પટેલને શંકા ગઈ હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે દીપ મેડિસીન્સ, શ્રીજી ફાર્મસી, અને મીરા મેડિકલ ના નામે રજૂ કરાયેલા બિલો તે સ્ટોર્સ દ્વારા ક્યારેય ઇશ્યૂ કરવામાં આવ્યા નહોતા.

આ પિતા-પુત્રની જોડીએ ખોટા દસ્તાવેજો ઉભા કરી કંપની પાસેથી કુલ 15,82,456/- ની રકમ મેળવી લીધી હતી.

કંપનીની ફરિયાદના આધારે ભરૂચ સી-ડિવિઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ IPC કલમ 420, 465, 467, 468, 471 અને 114 મુજબ ગુનો નોંધ્યો હતો. ગુનો નોંધાતા જ આરોપી ગૌતમ પટેલ ફરાર થઈ ગયો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસને તેનું લોકેશન દીવ ખાતે મળતા, પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીને દીવથી દબોચી લીધો હતો.

આજરોજ આરોપી ગૌતમ પટેલને ભરૂચ કોર્ટમાં રજૂ કરવામાં આવતા, કોર્ટે પોલીસની દલીલો ગ્રાહ્ય રાખીને 06/02/2026 સુધીના (ત્રણ દિવસના) પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.

કૌભાંડમાં સામેલ પુત્ર ગૌરાંગ પટેલની ધરપકડ માટેના ચક્રો ગતિમાન.શું આ કૌભાંડમાં કંપનીના અન્ય કોઈ કર્મચારીઓની સંડોવણી છે ખરી તેની થાશે તપાસ .રિમાન્ડ દરમિયાન અન્ય કોઈ મોટા નાણાકીય કૌભાંડો બહાર આવવાની શક્યતા છે.

ભરૂચ પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં અન્ય આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande