દાહોદમાં લગ્નપ્રસંગે કેરીનો રસ-પનીર સબ્જી ખાધા બાદ 400થી વધુ લોકોની તબિયત લથડી
દાહોદ/અમદાવાદ,21 એપ્રિલ (હિ.સ.) દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામમાં લગ્ન પ્રસંગ ખુશીના બદલે ચિંતાનું કારણ બની ગયો છે. અભલોડ ગામે ભરત રાઠોડના ઘરે આયોજિત લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ અચાનક 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગનો શિકાર બનતાં સમગ્
દાહોદમાં લગ્નપ્રસંગે કેરીનો રસ-પનીર સબ્જી ખાધા બાદ 400થી વધુ લોકોની તબિયત લથડી


દાહોદ/અમદાવાદ,21 એપ્રિલ (હિ.સ.) દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામમાં લગ્ન પ્રસંગ ખુશીના બદલે ચિંતાનું કારણ બની ગયો છે. અભલોડ ગામે ભરત રાઠોડના ઘરે આયોજિત લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ અચાનક 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગનો શિકાર બનતાં સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે.

લગ્ન પ્રંસગ આશરે 1000 લોકોએ ભોજન લીધું હતું. જમવામાં દાળ-ભાત, શાક-પુરી, પાપડ, કેરીનો રસ અને પનીરની સબ્જી પીરસવામાં આવી હતી. સાંજે 6 વાગ્યે હોંશે-હોંશે જમણવાર શરૂ થયો હતો. ભોજન લીધાના થોડા સમય બાદ જ લોકોને ઝાડા-ઊલટીની ગંભીર તકલીફો શરૂ થઈ હતી.

એક સાથે મોટી સંખ્યામાં લોકો બીમાર પડતાં પરિવારજનો અને ગ્રામજનો ગભરાઈ ગયા હતા. પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે 108 એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોની મદદથી અસરગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવી પડી હતી. હાલ 50થી વધુ દર્દીઓ દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં, જ્યારે 150થી વધુ લોકો ખાનગી હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. બીજી તરફ, ગંભીરતાને જોતા 200 જેટલા લોકોને ગામમાં જ મેડિકલ ટીમ દ્વારા સારવાર આપવામાં આવી રહી છે. પ્રાથમિક અંદાજ મુજબ, મેનૂમાં રહેલા કેરીના રસ અથવા પનીરના શાકને કારણે આ ઝેરી અસર થઈ હોવાની આશંકા છે

પ્રાપ્ત વિગતો અનુસાર, ભરત રાઠોડના ઘરે આયોજિત લગ્નપ્રસંગમાં ગામના લોકો અને મહેમાનો મળીને આશરે 1000 જેટલા લોકોએ ભોજન લીધું હતું. મેન્યુમાં દાળ-ભાત, શાક-પુરી, પાપડ, કેરીનો રસ અને પનીરની સબ્જી પીરસવામાં આવી હતી. ભોજન લીધાના થોડા સમય બાદ જ લોકોને ઝાડા-ઊલટીની ગંભીર તકલીફો શરૂ થઈ હતી. એકસાથે મોટી સંખ્યામાં લોકો બીમાર પડતાં પરિવારજનો અને ગ્રામજનો ગભરાઈ ગયા હતા. તાત્કાલિક અસરથી 108 એમ્બ્યુલન્સ સેવા અને ખાનગી વાહનોની મદદથી અસરગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી.

ડૉક્ટર રાજીવ ડામોરે જણાવ્યું કે, ગરબાડા નજીક અભલોડ ગામ તળાવ ફળિયામાં લગ્નપ્રસંગ હોવાથી ત્યાં જમણવારમાં રાત્રે 7 થી 8 વાગ્યાની વચ્ચે પનીરનું શાક, પુરી અને દાળભાત સહિત કેરીનો રસ જમ્યા બાદ રાત્રે 11 વાગ્યે આ ઘટના બની હતી. જેમાં 200 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે. હાલમાં સારવાર ચાલુ છે અને બાકીના દર્દીઓને 108 મારફતે લાવવામાં આવી રહ્યા છે.

ગ્રામજનએ જણાવ્યું હતું કે, અભલોડ ગામે એક લગ્નપ્રસંગમાં કોઈ કારણોસર ફૂડ પોઈઝનિંગ થયું છે. જેમાં ગામના 250 જેટલા લોકોને અસર થઇ છે. હાલ બધાને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે. અમે ધારાસભ્યને ફોન કર્યો હતો, જેથી તેઓ પણ તાત્કાલિક હોસ્પિટલે મદદ માટે પહોંચ્યા હતા. અંદાજે 1000 જેટલા લોકોનું જમણવાર હતું, જેમાં 250 લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે.

ઘટનાની જાણ થતાં જ જિલ્લા આરોગ્ય વિભાગ અને ફૂડ સેફ્ટી વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પ્રાથમિક તપાસ અને લોકોના નિવેદનોના આધારે, લગ્નમાં પીરસવામાં આવેલા 'કેરીનો રસ' અને 'પનીરનું શાક' ફૂડ પોઈઝનિંગનું કારણ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આરોગ્ય વિભાગની ટીમે સ્થળ પરથી શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ એકત્ર કરી તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. જવાબદાર વ્યક્તિઓ અને કેટરર્સ સામે તપાસના આધારે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી તંત્ર દ્વારા આપવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande