
દાહોદ, 21 એપ્રિલ (હિ.સ.) દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ મુકામે એક લગ્ન પ્રસંગના જમણવારમાં ભોજન કર્યા બાદ 400 જેટલા માણસોને ખોરાકી ઝેરની અસર થતા - . ઘટના બાદ તાત્કાલિક ધોરણે તમામ લોકોને દાહોદના ઝાયડસ હોસ્પિટલ, તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા
દાહોદ જિલ્લામાં હાલ સ્થાનિક ચૂંટણી સ્વરાજના માહોલ ની સાથે લગ્નસરાની સિઝન પણ ચાલી રહી છે.જેમાં ગરબાડા તાલુકાના અભલોડ ગામના ગામતળમાં રહેતા ભરતભાઈ રાઠોડના નાના છોકરાના લગ્ન હોવાથી લગ્નના જમણવાર રાખવામાં આવ્યું હતું જેમાં દાળ,ભાત, શાકપુરી,પાપડ,રસ, પનીરની સબ્જી ખાધા બાદ 400 થી વધુ એટલે કે 70 ટકા ગામલોકોને ખોરા કી ઝેરની અસર થઈ હતી.
સાંજના છ વાગ્યાથી શરૂ થયેલા જમણવારમાં ભોજન આરોગ્ય બાદ ૧૧ વાગ્યે આસપાસ તમામ લોકોને એક પછી એક ખોરાકી ઝેરની અસર થતા ગામમાં દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. તાત્કાલિક તમામ લોકોને ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ ખાનગી વાહનો તેમજ જેને જે મળે તે સાધનમાં સારવાર અર્થે રવાના કરવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર 50થી વધુ લોકોને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે. જ્યારે 150 થી વધુ લોકોને દાહોદના અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે.
આ સિવાય અંદાજે 200 જેટલા લોકોને ગામમાં જ હાજર ૫ થી ૬ ડોક્ટર તેમજ પીએસસી સેન્ટરના ડોક્ટરોને બોલાવી સ્થળ પર જ સારવાર આપવા માટેની ફરજ પડી હતી. આ બનાવમાં અત્યાર સુધી કોઈ જાનહાનિ સામે આવી નથી આ સિવાય કેટલાક લોકોને ખોરાકની ગંભીર અસર થઈ હોવાનું કહેવાય રહ્યું છે.ઉપરોક્ત લગ્ન પ્રસંગમાં ખોરાકી ઝેરની અસર કયો ખોરાક ખાવાથી થઈ હતી તે હજી સ્પષ્ટ થયું નથી. આ ઘટનાના પગલે સ્થાનિક ધારાસભ્ય, આરોગ્ય અને ફૂડ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ પણ દોડી આવ્યા હતા. પ્રાથમિક હનુમાન મુજબ કેરીનો રસ અથવા તો પનીરની સબ્જીમાં ખોરાકી ઝેરની અસર થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે સંબંધિત તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવી રહ્યો છે
હિન્દુસ્થાન સમાચાર / Nehal Shah