ગીર સોમનાથ કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
ગીર સોમનાથ 20 માર્ચ (હિ.સ.) : જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની એક બેઠક આજે યોજાઈ હતી. જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે યોજાયેલ આ બેઠકમાં કલેકટરએ આગામી સમયમાં જિલ્લામાં યોજાનાર મલ્ટી દરમિયાન પ્રોપર્ટી ઇન્
કલેક્ટર  એન.વી.ઉપાધ્યાયની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની


ગીર સોમનાથ 20 માર્ચ (હિ.સ.) : જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની એક બેઠક આજે યોજાઈ હતી. જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે યોજાયેલ આ બેઠકમાં કલેકટરએ આગામી સમયમાં જિલ્લામાં યોજાનાર મલ્ટી દરમિયાન પ્રોપર્ટી ઇન્ડેક્સ અંગેના સર્વેની વિગતો આપી જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આ માટે વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે, ત્યારે આપણે પણ તેમાં સક્રિયતાથી સહભાગી બની કાર્ય કરવાનું છે. જિલ્લામાં ૯.૪૧ ટકા લોકો ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે. આવા લોકોને ગરીબીમાંથી બહાર લાવવા માટે મલ્ટી ડાયમેન્શનલ પ્રોપર્ટી ઇન્ડેક્સનો સર્વે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે તેમ તેમણે જણાવ્યું હતું.

કલેકટરએ તા. ૨૪ માર્ચના રોજ ઉના તાલુકાના તમામ ગામોમાં આ સર્વે હાથ ધરનાર છે તેની વિગત આપી આ માટે દરેક ગામ દીઠ એક ક્લાસ-૧ અને એક ક્લાસ-૨ અધિકારીની નિમણૂક કરી ૧૦ કુટુંબોનો સર્વે હાથ ધરવામાં આવશે. આ માટે તા. ૨૪ માર્ચના રોજ ઉના તાલુકાના તમામ ગામના તલાટીઓ પણ આ સર્વેમાં જોડાશે.

આ ઉપરાંત, ગામમાં આંગણવાડી, શાળા, આરોગ્ય કેન્દ્ર સહિતની મુલાકાત લઈ ૫૮ પ્રકારના પ્રશ્નો અંગેનો સર્વે કરવામાં આવશે તેની વિગતો કલેક્ટરશ્રી આ બેઠકમાં આપી હતી.

જિલ્લા કલેકટરએ નાગરિકો દ્વારા આર.ટી.આઈ. હેઠળ માંગવામાં આવતી વિગતોનો સમયસર જવાબ આપવા માટે પણ જિલ્લાના અધિકારીઓને તાકાત કરી હતી.

આ ઉપરાંત, ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં ભગવાનભાઈ બારડના તાલાલાના માલધારીઓને કેટલા એસ.ટી. ના પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે, વાડલા તથા અન્ય ફોરેસ્ટમાં આવતા ગામમાં રસ્તામાં નડતરરૂપ વધારાના ઝાડ કાપવા અંગે, તેમજ સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે પરના ગામોમાં પ્રવેશવાના માર્ગ બાબતેના પ્રશ્નો રજૂ થયાં હતાં.

જિલ્લા કલેકટરએ આ તમામ પ્રશ્નોની સંલગ્ન વિભાગના અધિકારીઓ સાથે વિસ્તૃતમાં ચર્ચા કરી અને સમયમર્યાદામાં વિગતો પૂરી પાડવા અને જનપ્રતિનિધિશ્રીઓને નિયત સમયમર્યાદામાં પ્રત્યુત્તર પાઠવવા માટે અધિકારીઓને ખાસ તાકીદ કરી હતી.

બેઠકમાં અગાઉના પડતર પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી કલેક્ટરએ અધિકારીશ્રીઓને વિકાસ કાર્યોમાં વિલંબ ન થાય તે માટે વિભાગોએ એકબીજા સાથે સંકલન જાળવી કાર્ય કરવાની સૂચના આપી સામાન્ય નાગરિકોની ફરિયાદોને સંવેદનશીલતાથી લઈને તેનો ઝડપી ઉકેલ લાવવાનો ઉપર ખાસ ભાર મૂક્યો હતો.

નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલે નાગરિકલક્ષી અરજીઓના નિકાલપત્ર, નાગરિક અધિકાર પત્રની અરજી, નિવૃત કર્મચારીઓના પેન્શન કેસ, પગાર ફિક્સેશન, સરકારી લેણાંની સઘન વસૂલાત, કર્મચારીઓના ખાનગી અહેવાલ વિશે સમયસર વિગતો પૂરી પાડવા માર્ગદર્શિત કર્યા હતાં.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા જયદિપસિંહ જાડેજા, પ્રાંત અધિકારી સર્વ વિનોદ જોશી, કે.આર.પરમાર સહિત ખેતીવાડી, પી.જી.વી.સી.એલ, શિક્ષણ, જેટકો, માર્ગ અને મકાન, સિંચાઈ સહિત સંકલન સમિતિના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande