ઝિલીયા ગામ હુમલા કેસમાં 18 આરોપીઓને કોર્ટ દ્વારા જામીન પર મુક્ત કરવામાં આવ્યા.
પાટણ, 23 માર્ચ (હિ.સ.)ચાણસ્મા તાલુકાના ઝિલીયા ગામે 15 માર્ચે ભાવેશ દેસાઈના ફાર્મહાઉસ પર થયેલા હુમલા અને પોલીસ વાનને નુકસાન પહોંચાડવાના કેસમાં ધરપકડ કરાયેલા તમામ 18 આરોપીઓને સોમવારે પાટણ કોર્ટ દ્વારા જામીન પર મુક્ત કરવામાં આવ્યા. પોલીસે તેમને 7 દિવસ
ઝિલીયા ગામ હુમલા કેસમાં 18 આરોપીઓને કોર્ટ દ્વારા જામીન પર મુક્ત કરવામાં આવ્યા.


પાટણ, 23 માર્ચ (હિ.સ.)ચાણસ્મા તાલુકાના ઝિલીયા ગામે 15 માર્ચે ભાવેશ દેસાઈના ફાર્મહાઉસ પર થયેલા હુમલા અને પોલીસ વાનને નુકસાન પહોંચાડવાના કેસમાં ધરપકડ કરાયેલા તમામ 18 આરોપીઓને સોમવારે પાટણ કોર્ટ દ્વારા જામીન પર મુક્ત કરવામાં આવ્યા. પોલીસે તેમને 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે 5 દિવસનો રિમાન્ડ મંજૂર કર્યો હતો.

આ ઘટનામાં 15 થી 20 લોકોનું ટોળું આઠ જેટલી ગાડીઓમાં ઘાતક હથિયારો સાથે આવીને ફાર્મહાઉસ પર હંગામો મચાવ્યો હતો. પોલીસ પહોંચતાં ટોળાએ પોલીસ વાન પર પથ્થરમારો કરીને તેને નુકસાન પહોંચાડ્યું હતું. આ મામલે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ફરિયાદો નોંધાઈ હતી.

રિમાન્ડ દરમિયાન પોલીસે ગુનામાં વપરાયેલા 3 વાહનો અને 2 હથિયારો કબજે કર્યા હતા તથા ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીઓને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જ્યાંથી તેમને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande