
પાટણ, 23 માર્ચ (હિ.સ.)અડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 14 વર્ષની કિશોરીઓ માટે સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપતી HPV રસીકરણ કેમ્પ ચાલી રહ્યો છે. આ અભિયાન 9 માર્ચથી શરૂ થયું છે અને અત્યાર સુધીમાં કુલ 51 કિશોરીઓને રસી આપવામાં આવી છે. આરોગ્ય કેન્દ્રના કાર્યક્ષેત્રમાં આવતા 19 ગામોમાંથી લાભાર્થીઓને સરકારી વાહન દ્વારા હોસ્પિટલ સુધી લાવવામાં આવે છે.
આ રસીકરણ કાર્યક્રમ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડૉ. ઉર્વીબેન પટેલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક ચાલી રહ્યો છે. સોમવારે પણ રસીકરણ કરવામાં આવ્યું હતું, જેમાં આરોગ્ય ટીમે સક્રિય રીતે ભાગ લીધો હતો.
આ કામગીરીમાં મહિલા આરોગ્ય કાર્યકર આરતીબેન પટેલ, સીએચઓ વિધીબેન, આરોગ્ય કાર્યકર આનંદભાઈ, સુપરવાઈઝર ભગવાનભાઈ પ્રજાપતિ, ફાર્માસિસ્ટ નરેશભાઈ પટેલ તેમજ આશાબહેનો મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ