રેડક્રોસ દ્વારા હેલ્થકેર એટેન્ડન્ટ કોર્ષ શરૂ કરાયો.
પોરબંદર, 23 માર્ચ (હિ.સ.)ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા તથા આરોગ્ય વિભાગ ગુજરાત સરકાર, સીએસઆર ઓથોરિટી ગુજરાત અને કૌશલ્ય યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે પોરબંદર રેડક્રોસ સોસાયટી દ્વારા હેલ્થ કેર એટેન્ડન્ટ કોષ શરૂ કરવામાં આવ્યો છે. પોરબ
રેડક્રોસ દ્વારા હેલ્થકેર એટેન્ડન્ટ કોર્ષ શરૂ કરાયો.


રેડક્રોસ દ્વારા હેલ્થકેર એટેન્ડન્ટ કોર્ષ શરૂ કરાયો.


રેડક્રોસ દ્વારા હેલ્થકેર એટેન્ડન્ટ કોર્ષ શરૂ કરાયો.


રેડક્રોસ દ્વારા હેલ્થકેર એટેન્ડન્ટ કોર્ષ શરૂ કરાયો.


રેડક્રોસ દ્વારા હેલ્થકેર એટેન્ડન્ટ કોર્ષ શરૂ કરાયો.


પોરબંદર, 23 માર્ચ (હિ.સ.)ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા તથા આરોગ્ય વિભાગ ગુજરાત સરકાર, સીએસઆર ઓથોરિટી ગુજરાત અને કૌશલ્ય યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે પોરબંદર રેડક્રોસ સોસાયટી દ્વારા હેલ્થ કેર એટેન્ડન્ટ કોષ શરૂ કરવામાં આવ્યો છે.

પોરબંદર રેડક્રોસ સોસાયટી જિલ્લા શાખા દ્વારા 13 પ્રકારની જુદી જુદી સેવા પ્રવૃત્તિઓ અને પ્રોજેકટ ચાલી રહેલ છે. આ પ્રોજેકટ અંતર્ગત છ મહિનાનો હેલ્થ કેર સર્ટિફિકેટ કોર્ષ શરૂ કરવામાં આવ્યો છે.

બીમાર અથવા વૃદ્ધ વ્યક્તિની સારસંભાળ માટે તાલીમબદ્ધ હોમ કેર ટેકર તૈયાર કરવાના હેતુ સાથે પોરબંદર રેડક્રોસ દ્વારા 18 થી 35 વર્ષના યુવક યુવતિઓ માટે છ મહિનાનો હેલ્થ કેર એટેન્ડન્ટ કોર્ષ ચલાવવામાં આવે છે. આ કોર્ષ દ્વારા સારા હોમકેર ટેકર તૈયાર કરી બીમાર અથવા વૃદ્ધ વ્યક્તિની સારસંભાળ માટે ક્વોલિફાઇડ માણસ ઉપલબ્ધ કરવાનો છે અને સેવા સાથે બેરોજગારોને રોજગારીની તકો મળી રહે તે ઉદ્દેશ સાથે આ કોર્ષ શરૂ કરવામાં આવ્યો છે.

છ મહિનાના આ કોર્ષમાં થિયરી ઉપરાંત પ્રેક્ટિકલ તાલીમ પણ આપવામાં આવશે. ત્રણ મહિના કલાસરૂમ તાલીમ અને ત્રણ મહિના ભાવસિંહજી હોસ્પિટલમાં પ્રાયોગિક કામ માટે પ્રેક્ટિકલમાં મોકલી જેમાં આરોગ્યની સારસંભાળ, સારસંભાળ આપનારની ગુણવત્તા આવડતો અને જવાબદારીઓ, નાળી ધબકારા તાપમાન અને લોહીનું દબાણ માપવાની ચોક્કસ રીતો, શરીરની રચના શરીર વિજ્ઞાન, રોગોની જાણકારી, તબિબી સાધનોની જાણકારી, દવાઓ આપવાની રીત, ન્યુટ્રિશિયન, યોગાસન, માનસિક આરોગ્ય, કોમ્યુનિકેશન, ઇમરજન્સી નંબર વગેરે દરેક બાબતોની પ્રેક્ટિકલ તાલીમ પણ નિષ્ણાત ફેકલ્ટી ટિમ દ્વારા આપવામાં આવશે.

જનરલ નર્સિંગ સ્કૂલ પોરબંદર ખાતે આ કોર્ષના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા કલેક્ટર એસ.ડી.ધાનાણી, પોરબંદર રેડક્રોસના ચેરમેન રામદેવભાઈ મોઢવાડીયા પૂર્વ ચેરમેન અને આ પ્રોજેકટના કોઓર્ડિનેટર લાખણશી ગોરાણીયા, સેક્રેટરી અકબરભાઈ સોરઠીયા, સિવિલ સર્જન ડો. દિવ્યાબેન દાગા, નર્સિંગ સ્કૂલના પ્રિન્સિપાલ મયુરીબેન મહેતા, ડો. સુરેશભાઈ ગાંધી, ડો. વિપુલભાઈ મોઢા, રિકિનભાઈ પંડ્યા અને રેડક્રોસના સભ્યો તથા નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મિલીબેન ડોડીયાએ કર્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande