
પાટણ, 23 માર્ચ (હિ.સ.) : સિદ્ધપુરના સનનગર સિનિયર સિટીઝન મંડળ દ્વારા સોસાયટીના કોમન પ્લોટમાં સામૂહિક ત્રિમાસિક સન્માન સમારંભ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન મંડળના હોદ્દેદારોએ પ્રાસંગિક પ્રવચનો આપ્યા અને સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સક્રિય ભાગ ભજવ્યો.
આ પ્રસંગે મંડળના કુલ 42 સભ્યોને માવા કેક કાપી, ઓફિસ બેગ અને બુકે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અંદાજે 230 જેટલા સભ્યોએ હાજરી આપી ભોજન પ્રસાદનો લાભ લીધો હતો, જેના કારણે કાર્યક્રમમાં ઉત્સાહપૂર્ણ માહોલ રહ્યો હતો.
કાર્યક્રમના મુખ્ય ભોજન દાતા રાજારામ એચ. જોષીના 83મા જન્મદિવસ નિમિત્તે તેમને શાલ અને બુકે આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ માવા કેકના દાતા નામિકભાઈ એચ. ભટ્ટનું પણ મંડળ દ્વારા શાલ અને બુકે આપી અભિવાદન કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ