પોરબંદરમાં આસ્થાભેર ગોરમાવડીનું વિસર્જન
પોરબંદર, 23 માર્ચ (હિ.સ.)પોરબંદરમા ચૈત્રી નવરાત્રીની ભકિતભાવ સાથે ઉજવણી કરવામા આવી રહી છે. પોરબંદરમા ખારવા સમાજ દ્રારા ચૈત્રી નવરાત્રી દરમ્યાન ગોરમાવડીની પુજા અર્ચના કરવામા આવી હતી. રાંદલમાની પુજા-અર્ચના અને ભોગ ધરવામા આવ્યો હતો અને તેમજ ત્રણ દિવસ
પોરબંદરમાં આસ્થાભેર ગોરમાવડીનું વિસર્જ.


પોરબંદરમાં આસ્થાભેર ગોરમાવડીનું વિસર્જ.


પોરબંદરમાં આસ્થાભેર ગોરમાવડીનું વિસર્જ.


પોરબંદર, 23 માર્ચ (હિ.સ.)પોરબંદરમા ચૈત્રી નવરાત્રીની ભકિતભાવ સાથે ઉજવણી કરવામા આવી રહી છે. પોરબંદરમા ખારવા સમાજ દ્રારા ચૈત્રી નવરાત્રી દરમ્યાન ગોરમાવડીની પુજા અર્ચના કરવામા આવી હતી. રાંદલમાની પુજા-અર્ચના અને ભોગ ધરવામા આવ્યો હતો અને તેમજ ત્રણ દિવસ સુધી ખારવા સમાજની બહેનોએ રાસ ગરબે રમી અને માતાજીની આરાધના કરી હતી, તેમજ ચૈત્ર સુદ-ત્રીજના દિવસે જાગરણ કર્યા બાદ ચૈત્ર સુદ ચોથના દિવસે ગોરમાવડીનુ વિર્સજન કરવામા આવ્યુ હતુ. ખારવાવાડ વિસ્તારમાંથી ગોરમાવડીની ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા નિકળી હતી ધુપ-દીપ અને રાસની રમઝટ વચ્ચે હજારોની સંખ્યામા શ્રધ્ધાળુઓ ઉમટી પડયા હતા અને કેદરાશ્વર મંદિરમા આવેલા કેદરકુંડમા ગોરમાવડીનુ આસ્થાભેર વિસર્જન કરવામા આવ્યુ હતુ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande