
ગીર સોમનાથ 24 માર્ચ (હિ.સ.) પ્રવર્તમાન સમયમાં મધ્યપુર્વ દેશોમા ચાલી રહેલ યુધ્ધના કારણે પેટ્રોલીયમ ગેસ તથા અન્ય પુરવઠામાં અસર સર્જાયેલ હોય આ પરીસ્થિતીને પહોંચી વળવા ભારત સરકાર દ્વારા સંભવીત LPG ગેસ પુરવઠાને નિયંત્રીત કરવા માટે ESMA લાગુ કરેલ હોય જે અન્વયે પેટ્રોલીયમ ગેસનો ગેરકાયદેસર સંગ્રહ કે વધારાના ભાવે વેચાણ કે ગેરવપરાશ કરતા ઇસમો વિરુધ્ધ રાજેન્દ્રસિંહ ચુડાસમા નાયબ પોલીસ મહાનિરીક્ષક, જુનાગઢ વિભાગ, જુનાગઢનાઓ તથા જયદિપસિંહ જાડેજા પોલીસ અધિક્ષક ગીર સોમનાથનાઓ તરફથી સૂચના થઇ આવેલ હોય,
ઉપરોકત સુચના અનુસંધાને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષ જયદિપસિંહ જાડેજા નાઓના માર્ગદર્શન અનુસાર એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી ડી.એમ. કાગડા તથા પો.સબ.ઇન્સ આર.એચ. સુવા નાઓ પો.સ્ટાફ સાથે ગેસ ગોડાઉન ઉપર તથા ગેસ વિક્રેતા તથા ગેસ એજન્સીઓ વિગેરે જગ્યાઓએ વોચ તપાસ તથા પેટ્રોલીંગમા હતા દરમિયાન સાથેના પો.સ્ટાફના સંયુકત બાતમી આધારે પ્રભાસ પાટણ પો.સ્ટે. વિસ્તારના સુપાસી ગામમાં લખમણભાઇ વાસાભાઈ બારડએ પોતાના કબ્જા ભોગવટાની દુકાન (ગોડાઉન)માં તપાસ કરતા ઘરેલું LPG તથા કોમર્શીયલ ગેસના બાટલાનું ગેરકાયદેસર રીતે રીફલીંગ તથા કાળાબજારમાં વેચાણ કરતો હોવાનું કોઇ પાસ પરમીટ વગરના નીચે મુજબનો જથ્થો તેમજ ગેસ રીફલીંગના સાધનો સહીત મળી આવતા સંડોવાયેલ ઇસમને પુછપરછ કરતા ઉપરોકત સદર બાટલાનો જથ્થો કાળાબજારીમાં વેચતો તથા રીફલીંગ કરતોa હોવાનું જણાવેલ મજકુર ઇસમ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી નીચે વિગતેનો તમામ મુદ્દામાલ મામલતદાર વેરાવળ ગ્રામ્યને આગળની ધોરણસરની કાર્યવાહી કરવા માટે સોંપી આપવામાં આવેલ છે.- સ્થળ ઉપરથી મળી આવેલ LPG ગેસના બાટલા જથ્થો:-
૧) ઘરેલુ તથા કોમર્શીયલ ભારત કંપનીના બાટલા ગેસના ખાલી તથા ભરેલા
બાટલા નંગ-૩૦ કિ.રૂ.૯૫,૩૨૦/-
2) ગેસ રીફલીંગમા ઉપયોગમા લીધેલ ઇલેક્ટ્રીક મોટર નંગ-૦૨ કિ.રૂ.૬,૦૦૦/-
૩) રેગ્યુલેટર સહીત નળીઓ નંગ-૦૪ કિ.રૂ.૧૦૦૦/-
૪) વજન કાટો નંગ-૦૧ કિ.રૂ.૫૦૦૦/-
કુલ કિ.રૂ.૧,૦૭,૩૨૦/-
>
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ