ડિઝલનો ભાવ વધારો પાછો ખેંચતા માછીમાર સેલે સરકારનો આભાર વ્યક્ત કર્યો.
પોરબંદર, 24 માર્ચ (હિ.સ.)માછીમારો ના હિતમાં તાત્કાલિક મહત્વપૂર્ણ નિર્ણય કરી ડીઝલ ના ભાવમાં થયેલ રૂ. 22.42 નો ભાવવધારો પાછો ખેંચવા બદલ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર નો પ્રદેશ ભાજપ માછીમાર સેલના કન્વીનર મહેન્દ્રભાઈ જુંગી અને સદસ્ય ભરતભાઈ મોદી અને પ્ર
ડિઝલનો ભાવ વધારો પાછો ખેંચતા માછીમાર સેલે સરકારનો આભાર વ્યક્ત કર્યો.


પોરબંદર, 24 માર્ચ (હિ.સ.)માછીમારો ના હિતમાં તાત્કાલિક મહત્વપૂર્ણ નિર્ણય કરી ડીઝલ ના ભાવમાં થયેલ રૂ. 22.42 નો ભાવવધારો પાછો ખેંચવા બદલ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર નો પ્રદેશ ભાજપ માછીમાર સેલના કન્વીનર મહેન્દ્રભાઈ જુંગી અને સદસ્ય ભરતભાઈ મોદી અને પ્રવિણભાઈ ખોરાવાએ આભારની વ્યકત કર્યો હતો અને જણાવ્યુ હતુ કે હાલ યુદ્ધ ની પરિસ્થિતિ માં પેટ્રોલિયમ પેદાશો ના આંતરાષ્ટ્રીય ભાવોને ધ્યાને લઈ માછીમારી હેતુ માટે ઉપયોગ માં લેવાતા ડીઝલ ઉપર બીપીસીએલ કંપનીએ ટેન્ડરની શરતો નો ભંગ કરી લિટરે રૂ. 22.43 ભારે ભાવવધારો કરવામાં આવતા માછીમારી નો ધંધો સંપૂર્ણ બંધ થઈ જશે તેવી ચિંતાની લાગણી વ્યાપી ગઈ હતી. જે બાબતે ગુજરાત ભાજપ માછીમાર સેલ ધ્વારા તાત્કાલિક રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ માં ઉપ મુખ્ય મંત્રી હર્ષ સંઘવી, મત્સ્યોધોગ મંત્રી જીતુ વાઘાણી, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, મંત્રી અર્જુન મોઢવાડિયા તેમજ રાજ્ય ના સાંસદઓ ધારાસભ્ય ઓ ને રજૂઆત કરવામાં આવતા આપના ધ્વારા માછીમારો ની સાચી વેદના સમજી વર્તમાન વિપરીત પરિસ્થિમા પણ ભાજપની સંવેદનશીલ સરકાર ધ્વાર સકારાત્મક પ્રતિસાદ આપી રાજ્યની પ્રવર્તમાન નીતિ મુજબ જૂના દરે જ માછીમારો ને ડીઝલ પુરવઠો આપવા નો આપના ધ્વારા ઝડપી નિર્ણય કરવામાં આવેલા જે બદલ માછીમાર સમાજ વતી આભારની લાગણી વ્યકત કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande