ઊંઝા એપીએમસી માં 25 માર્ચથી 1 એપ્રિલ સુધી હરાજી બંધ, માર્ચ એન્ડિંગને કારણે નિર્ણય
મહેસાણા, 24 માર્ચ (હિ.સ.) એશિયાના સૌથી મોટા ગણાતા ઊંઝા માર્કેટિંગ યાર્ડ (APMC)ને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. માર્ચ મહિનાના અંતે હિસાબી કામગીરી પૂર્ણ કરવા માટે યાર્ડમાં 25 માર્ચથી 1 એપ્રિલ સુધી હરાજીનું કામકાજ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. દર
ઊંઝા APMCમાં 25 માર્ચથી 1 એપ્રિલ સુધી હરાજી બંધ, માર્ચ એન્ડિંગને કારણે નિર્ણય


મહેસાણા, 24 માર્ચ (હિ.સ.) એશિયાના સૌથી મોટા ગણાતા ઊંઝા માર્કેટિંગ યાર્ડ (APMC)ને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. માર્ચ મહિનાના અંતે હિસાબી કામગીરી પૂર્ણ કરવા માટે યાર્ડમાં 25 માર્ચથી 1 એપ્રિલ સુધી હરાજીનું કામકાજ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે.

દર વર્ષે નાણાકીય વર્ષના અંતે વેપારીઓ અને વહીવટી તંત્ર દ્વારા હિસાબોના મેળવણા કરવામાં આવતા હોય છે. આ પરંપરા મુજબ આ વર્ષે પણ સળંગ 8 દિવસ સુધી યાર્ડમાં તમામ પ્રકારની જણસીઓની હરાજી પ્રક્રિયા સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દરમિયાન કોઈપણ પ્રકારની ખરીદી-વેચાણની કામગીરી હાથ ધરાશે નહીં.

ઊંઝા APMCના ચેરમેનએ જણાવ્યું હતું કે, હિસાબી પ્રક્રિયા સુચારુ રીતે પૂર્ણ થાય તે માટે આ વિરામ આવશ્યક છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, 2 એપ્રિલથી યાર્ડમાં હરાજીનું કામકાજ ફરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.

યાર્ડ સંચાલન દ્વારા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ આ સમયગાળા દરમિયાન પોતાની ખેતી ઉપજ વેચાણ માટે યાર્ડમાં ન લાવે. વેપારી વર્તુળો મુજબ, વર્ષાંતની આ પ્રક્રિયા વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા માટે હરાજી બંધ રાખવાનો નિર્ણય જરૂરી માનવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande