વિશ્વ ક્ષય દિવસ નિમિતે બોટાદમાં 60 ટીબી દર્દીઓને પોષણ કીટનું વિતરણ.
બોટાદ, 24 માર્ચ (હિ.સ.)24 માર્ચે વિશ્વ ક્ષય દિવસની ઉજવણીના ભાગરૂપે જીલ્લા ક્ષય કેન્દ્ર બોટાદ દ્વારા એક સરાહનીય સેવા પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. આ અવસર પર નિક્ષય મિત્ર તરીકે જોડાયેલા જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદના સહયોગથી શેલ્ટર હોમ બોટાદ ખાતે કુલ 60 ટ
કીટ વિતરણ


બોટાદ, 24 માર્ચ (હિ.સ.)24 માર્ચે વિશ્વ ક્ષય દિવસની ઉજવણીના ભાગરૂપે જીલ્લા ક્ષય કેન્દ્ર બોટાદ દ્વારા એક સરાહનીય સેવા પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. આ અવસર પર નિક્ષય મિત્ર તરીકે જોડાયેલા જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદના સહયોગથી શેલ્ટર હોમ બોટાદ ખાતે કુલ 60 ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનો મુખ્ય હેતુ ટીબી જેવી ગંભીર બીમારી સામે લડતા દર્દીઓને પોષણ પૂરું પાડવાનો અને તેમની તંદુરસ્તી સુધારવામાં સહાયરૂપ થવાનો હતો. તબીબી નિષ્ણાતોના મતે, ટીબીના દર્દીઓ માટે દવાઓ સાથે પૂરતું પોષણ પણ એટલું જ જરૂરી છે. યોગ્ય આહાર મળવાથી દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને સારવારનો અસરકારક પરિણામ મળે છે.

આ કાર્યક્રમ દરમિયાન હાજર અધિકારીઓએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેમાં નિક્ષય મિત્ર યોજના મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ યોજના હેઠળ સમાજના દાતાશ્રીઓ અને સંસ્થાઓ ટીબી દર્દીઓને પોષણ સહાય પૂરી પાડે છે.

જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદના સભ્યો દ્વારા દર્દીઓ સાથે સંવાદ કરી તેમને માનસિક રીતે પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમણે દર્દીઓને નિયમિત દવાઓ લેવા, સ્વચ્છતા જાળવવા અને પોષણયુક્ત આહાર લેવાની સલાહ આપી હતી.

શેલ્ટર હોમ બોટાદ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ, સ્ટાફ તેમજ સેવાભાવી લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સુચારૂ રીતે પૂર્ણ થયો હતો અને દર્દીઓએ આ સહાય બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

આવી સેવાકીય પ્રવૃત્તિઓ સમાજમાં સહાનુભૂતિ અને સહકારની ભાવના મજબૂત બનાવે છે તેમજ ટીબી મુક્ત સમાજના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande