મહેસાણામાં ₹3 કરોડના વિદેશી દારૂનો નાશ, 90000થી વધુ બોટલો પર બુલડોઝર ફર્યું
મહેસાણા, 24 માર્ચ (હિ.સ.) મહેસાણા જિલ્લામાં પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા વિદેશી દારૂના મોટા જથ્થાનો જાહેરમાં નાશ કરવામાં આવ્યો હતો. છેલ્લા લગભગ બે વર્ષ દરમિયાન વિવિધ દરોડાઓમાં ઝડપાયેલા 90000થી વધુ બોટલોને મહેસાણા બાયપાસ નજીક ખુલ્લા મેદાનમાં બુલડ
મહેસાણામાં ₹3 કરોડના વિદેશી દારૂનો નાશ, 90000થી વધુ બોટલો પર બુલડોઝર ફર્યું


મહેસાણા, 24 માર્ચ (હિ.સ.) મહેસાણા જિલ્લામાં પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા વિદેશી દારૂના મોટા જથ્થાનો જાહેરમાં નાશ કરવામાં આવ્યો હતો. છેલ્લા લગભગ બે વર્ષ દરમિયાન વિવિધ દરોડાઓમાં ઝડપાયેલા 90000થી વધુ બોટલોને મહેસાણા બાયપાસ નજીક ખુલ્લા મેદાનમાં બુલડોઝર ચલાવી નષ્ટ કરવામાં આવી હતી. આ જથ્થાની અંદાજિત કિંમત ₹3 કરોડથી વધુ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

પ્રોહિબિશન કાયદા હેઠળ અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગુનાઓમાં આ દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. કોર્ટની કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અધિકૃત આદેશ મુજબ સમગ્ર મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો.

કાર્યवाही દરમિયાન હજારો બોટલોને મેદાનમાં પાથરી દેવામાં આવી હતી અને ત્યારબાદ બુલડોઝર દ્વારા તેના પર ફેરો ચલાવવામાં આવ્યો હતો. થોડી જ પળોમાં લાખો રૂપિયાનો જથ્થો કાચના ટુકડાઓમાં ફેરવાઈ ગયો હતો.

આ કામગીરી દરમિયાન પ્રાંત અધિકારી, DySP, PI સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે પારદર્શક રીતે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande