માનવ અધિકાર પંચે, દિલ્હીના મુખ્ય સચિવ અને પોલીસ કમિશનરને નોટિસ ફટકારી
નવી દિલ્હી, 24 માર્ચ (હિ.સ.). રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (એનએચઆરસી) એ, મંગળવારે દક્ષિણ પશ્ચિમ દિલ્હીના પાલમ વિસ્તારમાં લાગેલી આગની ઘટના અંગે સ્વતઃ નોંધ લીધી, જેમાં એક પરિવારના નવ સભ્યોના મોત થયા અને ત્રણ અન્ય ઘાયલ થયા. પંચે દિલ્હીના મુખ્ય સચિવ અને પ
પ્રતીકાત્મક


નવી દિલ્હી, 24 માર્ચ (હિ.સ.). રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (એનએચઆરસી) એ, મંગળવારે દક્ષિણ પશ્ચિમ દિલ્હીના પાલમ વિસ્તારમાં લાગેલી આગની ઘટના અંગે સ્વતઃ નોંધ લીધી, જેમાં એક પરિવારના નવ સભ્યોના મોત થયા અને ત્રણ અન્ય ઘાયલ થયા. પંચે દિલ્હીના મુખ્ય સચિવ અને પોલીસ કમિશનરને નોટિસ ફટકારી, બે અઠવાડિયામાં આ બાબતે વિગતવાર અહેવાલ માંગ્યો.

પંચના જણાવ્યા અનુસાર, 19 માર્ચ, 2026 ના રોજ પ્રકાશિત થયેલા મીડિયા અહેવાલ મુજબ, 18 માર્ચના રોજ દક્ષિણ પશ્ચિમ દિલ્હીના પાલમ વિસ્તારમાં ચાર માળની ઇમારતમાં લાગેલી આગમાં એક પરિવારના નવ સભ્યોના મોત થયા અને ત્રણ અન્ય ઘાયલ થયા. મૃતકોમાં ત્રણ બાળકો અને એક 70 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર, અગ્નિશામકોની હાઇડ્રોલિક ક્રેનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે બચાવ કામગીરીમાં વિલંબ થયો હતો. સ્થાનિક રહેવાસીઓનો આરોપ છે કે, જો સાધનો સમયસર કાર્યરત હોત તો વધુ લોકોના જીવ બચાવી શકાતા હતા. પંચે નિર્દેશ આપ્યો કે, રિપોર્ટમાં પીડિતો અને ઘાયલોને વળતર વિતરણની સ્થિતિ પણ શામેલ કરવામાં આવે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande