

પાટણ, 24 માર્ચ (હિ.સ.)રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર, પાટણના સંયુકત ઉપક્રમે માતૃવંદના ઉત્સવ 2026 નુ આયોજન આગામી બે દિવસ તા.25 અને 26 માર્ચ ના રાત્રે 8 કલાકે એલ.એસ હાઇસ્કુલ ખાતે યોજાશે.જેમા પ્રથમ દિવસે કલાકાર કીર્તિદાન ગઢવી અને બીજા દિવસે કલાકાર સુ.શ્રી કલ્યાણી કૌઠાળકર તેમજ નયન પંચોલી પોતાના સૂરો થી શ્રોતાઓ ને મંત્રમુગ્ધ કરશે.
કાર્યક્રમ ને લઇને સિદ્ધપુર પ્રાંત અધિકારી,મામલતદાર સહીત કર્મચારીઓ બુધવારે સ્થળ ઉપર હાજર રહી ને કાર્યક્રમ ની તૈયારીઓ ને આખરી ઓપ આપ્યો હતો જેમા સ્ટેજ , લાઈટ , મંડપ , ખુરશીઓ સહિતની તમામ વ્યવસ્થાઓ નુ નિરીક્ષણ કરાયુ હતુ.
આ કાર્યક્રમ ખાદી , કુટિર અને ગ્રામોધોગ મંત્રી સ્વરુપજી ઠાકોર ના વરદ હસ્તે ઉદ્ઘાટન કરાશે.જેમા અતિથિ વિશેષ તરીકે સિદ્ધપુર ના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત તેમજ રાધનપુર , ચાણસ્મા અને પાટણ ના ધરસભ્યો ઉપસ્થિત રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ