
વલસાડ, 24 માર્ચ (હિ.સ.): વલસાડ બ્રાહ્મણ સમાજના યશ બ્રિજેશ પાંડેે સંસ્કૃત શિક્ષણક્ષેત્રે ઉત્તમ સિદ્ધિ હાંસલ કરી છે. મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના રામટેક સ્થિત કવિકુલગુરુ કાલિદાસ સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં તેમણે પોસ્ટ ગ્રેજ્યુએટ (આચાર્ય સમકક્ષ) અભ્યાસ દરમિયાન સર્વદર્શન શાસ્ત્ર વિષયમાં સમગ્ર મહારાષ્ટ્રમાં પ્રથમ સ્થાન મેળવ્યું. તેમની આ પ્રતિભાને માન આપી તેમને પ્રતિષ્ઠિત વાચસ્પતિ મિશ્ર છાત્ર એવોર્ડ તેમજ ચાર ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા.
યશ પાંડેની આ ઉપલબ્ધિએ વલસાડ જિલ્લો, બ્રાહ્મણ સમાજ અને સમગ્ર ગુજરાત રાજ્યને ગૌરવ અપાવ્યું છે. તેમની આ સિદ્ધિ બદલ સમાજના આગેવાનો તથા પરિવારજનો દ્વારા હર્ષ વ્યક્ત કરવામાં આવ્યો છે અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે