શંકાસ્પદ ડીઝલના જથ્થાની હેરાફેરી કરતા ઇસમોને પકડી પાડતી ગીર સોમનાથ પોલીસ
ગીર સોમનાથ, 26 માર્ચ (હિ.સ.) : રાજય સરકારના પરિપત્ર મુજબ હાલમાં સોશિયલ મીડિયા અથવા અન્ય માધ્યમો દ્વારા ફેલાતી અફવાઓથી રાજ્યમાં કોઇ- કોઇ સ્થળોએ પેટ્રોલ અને ડીઝલનું પેનિક બાયિંગ શરૂ થયેલ છે. જે સ્થિતિમાં પેટ્રોલ પંપ પરથી વૈચાણ કરવામાં આવતા પેટ્રોલ તથ
શંકાસ્પદ ડીઝલના જથ્થાની હેરાફેરી કરતા ઇસમોને પકડી પાડતી ગીર સોમનાથ પોલીસ


ગીર સોમનાથ, 26 માર્ચ (હિ.સ.) : રાજય સરકારના પરિપત્ર મુજબ હાલમાં સોશિયલ મીડિયા અથવા અન્ય માધ્યમો દ્વારા ફેલાતી અફવાઓથી રાજ્યમાં કોઇ- કોઇ સ્થળોએ પેટ્રોલ અને ડીઝલનું પેનિક બાયિંગ શરૂ થયેલ છે. જે સ્થિતિમાં પેટ્રોલ પંપ પરથી વૈચાણ કરવામાં આવતા પેટ્રોલ તથા ડીઝલનો જથ્થો ખોટી રીતે સંગ્રહ ના થાય તે માટે સરકાર દ્વારા જાહેર કરેલ. પરિપત્ર મુજબ રાજયના દરેક પેટ્રોલ પંપ ઉપરથી પેટ્રોલ તથા ડીઝલનુ વેચાણ માત્ર વાહનોની ટાંકીઓમાં ભરવા પુરતુ જ સિમિત કરવામાં આવે છે. તે સિવાયના કોઈ પણ પાત્ર કે બેરલમાં પેટ્રોલ તથા ડીઝલનું વેચાણ કરી શકાશે નહી જે મુજબ જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ.ચૌધરી ઉના વિભાગ-ઉના નાઓએ પેટ્રોલ ડીઝલનો કોઇ વિક્રેતા કૃત્રિમ અછત ઉભી કરવાનો પ્રયાસ કરશે અથવા સંગ્રહખોરી કરતા મળી આવ્યે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના થઇ આવેલ હોય.

જે અનુસંધાને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજાની સુચના તથા માર્ગદર્શન મુજબ નવાબંદર મરીન પોલીસ સ્ટેશન ઇન્યાજે પોલીસ ઇનપેક્ટર એચ એલ જેબલીયની સુચના તથા રાહબદારી હેઠળ નવાબંદર મરીન પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ્પેકટર એમ.એ.રાઠોડ તથા સર્વેલન્સ સ્ટાફ સાથે તડ ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગની કામગીરી કરતા હતા દરમ્યાન તડ ગામ તરફથી એક પછી એક એમ કુલ 03 બોલેરો ગાડી નિકળતા જેની અંદર શંકાસ્પદ ડીઝલના બેરલ ભરેલ હોય જેઓને રોકાવી ચેક કરતા બોલેરોમા શંકાસ્પદ ડીઝલ મળી આવેલ હોય જેથી બોલેરો ચાલક ઇસમોને બેરલમાં રહેલ ડીઝલ બાબતે પુછ પરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપતા ન હોય જેથી સદર ડીઝલ ગેર કાયદેસર હેરાફેરી કરતા મળી આવેલ હોવાનું જણાતા મજકુર ઇસમો વિરૂધ્ધ નવાબંદર મરીન પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૩૨૬૦૨૧૩/૨૦૨૬ ભારતીય ન્યાય સહિતા - ૨૦૨૩ ની કલમ -૨૮૭,૨૮૮.૫૪ તથા આવશ્યક ચીજ વસ્તુ ધારા કલમ - ૩.૭. મુજબનો ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

મળી આવેલ મુદામાલની વિગત:-

(૧) બોલેરો પીકઅપ રજી નં. DD-02-G-9250 કિ.રૂ..રૂ.૫.૦૦,000/-

(૨) બોલેરો મેકસ રજી નં. GJ-32-T-8101 કિ.રૂ.5.00.000/-

(૩) બોલેરો મેકસ રજી નં.GJ-32-V-5150 કિ.રૂ.૬,00,000/-

(૪) બેરલ નંગ - ૪૪, ડીઝલ લીટર આશરે - ૮૮૦૦, જેની કુલ કિ.રૂ.૮૦૦૮૦૦/-

મળી કુલ કિ.રૂ.૨૫,૦૦,૮૦૦/-

સંડોવાયેલ ઇસમોઃ-

(૧) કાસીમભાઇ મહમદભાઇ મન્સુરી રહેદિવ

(૨) અબ્બાસભાઇ વલીભાઇ વાકોટ રહે.સીમાસી તા.ઉના

(૩) અશ્વિનભાઇ વીરાભાઇ વાજા રહે. દેલવાડા તા.ઉના

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande