સરણા ગામમાં નિવૃત્ત શિક્ષકોની અનોખી પહેલ: ખેતરને બનાવી વ્યાયામ સંકુલ, 118 બાળકોને મફત તાલીમ
મહેસાણા, 26 માર્ચ (હિ.સ.) મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સરણા ગામમાં નિવૃત્ત શિક્ષકો દ્વારા બાળકોના ભવિષ્ય માટે અનોખી પહેલ કરવામાં આવી છે. બે વીઘા જમીનને વ્યાયામ સંકુલમાં ફેરવી અહીં 118 જેટલા બાળકોને રોજિંદી રમતગમત અને ફિઝિકલ ટ્રેનિંગ આપવામાં આવે
સરણા ગામમાં નિવૃત્ત શિક્ષકોની અનોખી પહેલ: ખેતરને બનાવી વ્યાયામ સંકુલ, 118 બાળકોને મફત તાલીમ


મહેસાણા, 26 માર્ચ (હિ.સ.) મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સરણા ગામમાં નિવૃત્ત શિક્ષકો દ્વારા બાળકોના ભવિષ્ય માટે અનોખી પહેલ કરવામાં આવી છે. બે વીઘા જમીનને વ્યાયામ સંકુલમાં ફેરવી અહીં 118 જેટલા બાળકોને રોજિંદી રમતગમત અને ફિઝિકલ ટ્રેનિંગ આપવામાં આવે છે. સવારના 6 થી 8 અને સાંજે 5 થી 7 દરમિયાન બાળકો એટલેટિક્સ સહિત વિવિધ રમતોની પ્રેક્ટિસ કરે છે.

નિવૃત્ત આચાર્ય ઠાકોર છનાજી અમથાજી અને શિક્ષક રાણા પ્રવીણસિંહના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલી આ પ્રવૃત્તિમાં કોઈ ફી લેવામાં આવતી નથી. દર વર્ષે અંદાજે 3 થી 4 લાખ રૂપિયાનો ખર્ચ મિત્રો મળીને ઉઠાવે છે અને બાળકોને પૌષ્ટિક નાસ્તો પણ આપવામાં આવે છે. નિવૃત્ત વ્યાયામ શિક્ષક રસિકસિંહના જણાવ્યા મુજબ, આ પ્રયત્નોથી બાળકો ખેલ મહાકુંભ અને શાળાકક્ષાએ ઉત્તમ પ્રદર્શન કરી રહ્યા છે.

આ પ્રવૃત્તિના કારણે બાળકોમાં શિસ્ત, સ્વાસ્થ્ય અને ભણતર પ્રત્યે સકારાત્મક બદલાવ જોવા મળી રહ્યો છે. મોબાઈલ અને સોશિયલ મીડિયાથી દૂર રહી બાળકો રમતગમત તરફ વળી રહ્યા છે. વાલીઓ પણ આ પહેલને સરાહે છે. સરણા ગામની આ પહેલ અન્ય ગામો માટે પ્રેરણારૂપ બની રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande