સુરતના વેસુની મહાવીર કોલેજમાં શોર્ટ સર્કિટથી આગ, મોટી દુર્ઘટના ટળી
સુરત, 27 માર્ચ (હિ.સ.) : સુરતના વેસુ વિસ્તારમાં આવેલી ભગવાન મહાવીર કોલેજમાં આજે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી, જેને કારણે કેમ્પસમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. નર્સિંગ વિભાગમાં લાગેલી આ આગને કારણે વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં ગભરાટ ફેલાયો હતો. પ્રાથ
Surat


સુરત, 27 માર્ચ (હિ.સ.) : સુરતના વેસુ વિસ્તારમાં આવેલી ભગવાન મહાવીર કોલેજમાં આજે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી, જેને કારણે કેમ્પસમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. નર્સિંગ વિભાગમાં લાગેલી આ આગને કારણે વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં ગભરાટ ફેલાયો હતો.

પ્રાથમિક માહિતી મુજબ, કોલેજના નર્સિંગ વિભાગના પ્રથમ માળે આવેલી ઓફિસમાં એસીના વાયરિંગમાં ખામી સર્જાતા શોર્ટ સર્કિટ થયો હતો. આ કારણે આગ ફાટી નીકળી અને થોડા જ સમયમાં ઓફિસના પડદા સુધી ફેલાઈ ગઈ, જેના કારણે ધુમાડો છવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ કોલેજ તંત્રએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. વેસુ અને ભીમરાડ ફાયર સ્ટેશનની ટીમોએ તરત જ સ્થળ પર પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. સબ ફાયર ઓફિસર કિશોર પટેલના માર્ગદર્શન હેઠળ ટીમે ઝડપી કામગીરી કરીને થોડા જ સમયમાં આગ પર નિયંત્રણ મેળવી લીધું હતું.

આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જે મોટી રાહતની વાત છે. આગ સમયે ઓફિસ ખાલી હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. જોકે, એસીનું વાયરિંગ અને ઓફિસના પડદા બળી જતા માલસામાનને નુકસાન પહોંચ્યું હતું. ફાયર વિભાગની સતર્કતાને કારણે આગ અન્ય ભાગોમાં ફેલાતી અટકાવી શકાયી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande