
ગીર સોમનાથ 27 માર્ચ (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામે ગાયત્રી મંદિર ખાતે રામ નવમી પૂર્વે હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા. કહેવામાં આવે છે કે આ ગાયત્રી મંદિર હજારો વર્ષ પૌરાણિક હોય અને ઐતિહાસિક હોયઆ મંદિરનું મહત્વ પણ ખૂબ જ હોય અને ઐતિહાસિક હોય અને આ ગાયત્રી મંદિર ઋષિમુનિઓ વખતનું મંદિર આવેલું છે આજના પાવન દિવસે ગાયત્રી મંદિર ખાતે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. પ્રશ્નાવડા ગામ દ્વારા શ્રી ગાયત્રી માતાજી મંદિરે લોક મેળાનું પણ આયોજન કરવામાં આવે છે.
પ્રશ્નાવડા ગામે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ વર્ષો થી ઉજવવા માં આવતી રામનવમી ભવાની માતાજી નાં મંદિરે થી શ્રીમલાઈ માતાજી પણ સાથે પુજાઈ છે શ્રીરામ નવમીના દિવસે શ્રીમલાઈ માતાજી રવાડી માં બેસી અને સવારે ૮:૩૦ વાગ્યે પુજારી દ્વારા પુજન અર્ચન કરીને મંદિરેથી શોભાયાત્રા રૂપે સવારે ૯:૦૦ વાગ્યે શ્રીગાયત્રી મંદિર ઝુંડ ખાતે પહોંચે છે. શ્રીગાયત્રી માતાજી પુજારી દ્વારા મેઈન ગેટ ને ત્યાં મલાઈ માતાજી નું સ્વાગત પુજન અચૅણ કરવામાં આવે છે અને શ્રીગાયત્રી માતાજી નાં નિજ મંદિર માં શ્રી મલાઈ માતાજી રવાડી બિરાજમાન કરી અને આરતી પુજન અર્ચન કરીને શ્રી મલાઈ માતાજી ની રવાડી ભક્તજનો ને દશૅન માટે બહાર શ્રી મલાઈ માતાજી ને તેમનાં વર્ષો થી બિરાજમાન જગ્યાએ સ્થાપિત કરવા માં આવે છે અને સમસ્ત ગીર સોમનાથ જિલ્લાના લોકો આ લોક મેળાનો આનંદ માણવા માટે આવે છે અને વર્ષો થી પંચાંગ અનુસાર શ્રીરામ નવમીના દિવસે લોકમેળો યોજાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ