હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની માર્ચ-એપ્રિલ પરીક્ષાઓ 30 માર્ચથી ત્રણ તબક્કામાં શરૂ થશે.
પાટણ, 27 માર્ચ (હિ.સ.)પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા માર્ચ-એપ્રિલ 2026 સત્રની પરીક્ષાઓ 30 માર્ચથી ત્રણ તબક્કામાં શરૂ થશે. અંદાજે 2.50 લાખ વિદ્યાર્થીઓ ભાગ લેશે. પ્રથમ તબક્કો 30 માર્ચથી 9 એપ્રિલ, બીજો 13થી 21 એપ્રિલ અને અંત
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની માર્ચ-એપ્રિલ પરીક્ષાઓ 30 માર્ચથી ત્રણ તબક્કામાં શરૂ થશે.


પાટણ, 27 માર્ચ (હિ.સ.)પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા માર્ચ-એપ્રિલ 2026 સત્રની પરીક્ષાઓ 30 માર્ચથી ત્રણ તબક્કામાં શરૂ થશે. અંદાજે 2.50 લાખ વિદ્યાર્થીઓ ભાગ લેશે. પ્રથમ તબક્કો 30 માર્ચથી 9 એપ્રિલ, બીજો 13થી 21 એપ્રિલ અને અંતિમ 23 એપ્રિલથી 1 મે સુધી યોજાશે, જેમાં કુલ 120 જેટલી પરીક્ષાઓ લેવામાં આવશે.

પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા માટે યુનિવર્સિટીએ QPDS અને ERP સિસ્ટમ દ્વારા પ્રશ્નપત્રો ડિજિટલી મોકલવાની વ્યવસ્થા કરી છે, જેથી પેપર લીક જેવી ગેરરીતિઓ અટકાવી શકાય.

સુરક્ષા માટે જનરલ અને ફ્લાઈંગ સ્ક્વોડ ઉપરાંત પ્રથમ વખત ‘મહિલા સ્ક્વોડ’ની રચના કરવામાં આવી છે. 2 ટીમો 6 જિલ્લાઓમાં પરીક્ષા કેન્દ્રોની દેખરેખ રાખશે, જેથી પરીક્ષાઓ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande