પોરબંદર–દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ (20937) ના માર્ગમાં તાત્કાલિક ફેરફાર
ભાવનગર, 27 માર્ચ (હિ.સ.) : પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા યાત્રિયોની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને સૂચિત કરવામાં આવે છે કે ઉત્તર પશ્ચિમ રેલવે દ્વારા જયપુર–રેવાડી મુખ્ય રેલ ખંડ પર લેવલ ક્રોસિંગ નંબર 95 અને 106 પર ‘કટ એન્ડ કવર’ પદ્ધતિ દ્વાર
પોરબંદર–દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ (20937) ના માર્ગમાં તાત્કાલિક ફેરફાર


ભાવનગર, 27 માર્ચ (હિ.સ.) : પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા યાત્રિયોની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને સૂચિત કરવામાં આવે છે કે ઉત્તર પશ્ચિમ રેલવે દ્વારા જયપુર–રેવાડી મુખ્ય રેલ ખંડ પર લેવલ ક્રોસિંગ નંબર 95 અને 106 પર ‘કટ એન્ડ કવર’ પદ્ધતિ દ્વારા રેલ અંડર બ્રિજ (RUB) ના નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે.

આ અંગે માહિતી આપતા વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે આ કાર્ય માટે તા. 10 મે, 2026 ના રોજ સવારે 10:00 વાગ્યાથી રાત્રે 20:00 વાગ્યા સુધી (10 કલાક) ટ્રાફિક બ્લોક લેવામાં આવશે.

ઉલ્લેખિત બ્લોકના કારણે તા. 09 મે, 2026 ના રોજ પોરબંદરથી પ્રસ્થાન કરનારી ટ્રેન નં. 20937 પોરબંદર–દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ ફુલેરા–જયપુર–અલવર–રેવાડીના બદલે પરિવર્તિત માર્ગ ફુલેરા–રીંગસ–રેવાડી માર્ગે ચલાવવામાં આવશે. આ અવધિ દરમિયાન આ ટ્રેન જયપુર, દૌસા, બાંદીકુઈ, અલવર અને ખૈરથલ સ્ટેશનો પર નહીં જાય.

મુસાફરોને વિનંતી છે કે તેઓ પોતાની મુસાફરીની યોજના બનાવતી વખતે આ તાત્કાલિક ફેરફારને ધ્યાનમાં રાખે. ટ્રેનોના સંચાલનમાં શક્ય વિલંબની સ્થિતિમાં મુસાફરો NTES એપ અથવા ભારતીય રેલવેની અધિકૃત માહિતી પ્રણાલીઓ જેમ કે વેબસાઇટ www.enquiry.indianrail.gov.in અથવા રેલવે હેલ્પલાઇન નંબર 139 દ્વારા તાજી માહિતી મેળવે. પશ્ચિમ રેલવે દ્વારા સંબંધિત મુસાફરોને એસએમએસ દ્વારા પણ માહિતી આપવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande