
જામનગર, 29 માર્ચ (હિ.સ.) : વિધાનસભામાં અંદાજપત્રની સામાન્ય ચર્ચામાં ભાગ લેતા માજી કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલએ મેં મહીનાના અંત સુધી જામનગર જીલ્લાને સૌની યોજનાનું પાણી ચાલુ રાખવા રજુઆત કરેલ છે.
વિધાનસભામાં બજેટની માંગણીઓ પરની ચર્ચામાં સિંચાઈ વિભાગની ચર્ચામાં ભાગ લેતા રાઘવજીભાઈ પટેલએ માંગણી કરેલ હતી કે જામનગર જીલ્લામાં સૌની યોજનાનું પાણી બે મહીનાના અંત સુધી ચાલુ રાખવામાં આવે માંગ કરી હતી.
જેમાં સૌની યોજના લીંક-1 આજી-3 થી ઉંઠ-1 સુધીની લાઈનમાં 3 કી.મી.ની મર્યાદામાં ધ્રોલ તાલુકાના સુધાઘુના ગામનો સમાવેશ થાય છે, પરંતુ ભૌગોલીક પરિસ્થિતિને કારણે ત્યાં પાણી આવી શકે તેમ નથી. માટે આ ગામો માટે જુથ્થ યોજના બનાવી, પંપીંગ સ્ટેશન બનાવી સિંચાઈનું પાણી આપવા માટે અલાયદી વ્યવસ્થા દ્વારા પાણી પહોંચાડવા રજૂઆત કરેલ હતી.
જામનગર તાલુકાના ઘુડશીયા ગામની વોડીસાગ સિંચાઈ યોજના તથા કાલાવડ તાલુકાની નાની ભલસાણ ગામની સિંચાઈ યોજનાને પાઈપ લાઈનથી જોડી તેને ભરવા માંગણી કરેલ છે. ઉંડ-1 સિંચાઈ યોજનાના ડાંબા કાંઠાની મુખ્ય નહેરના ફલ્લા સેશનના અધુરા કામ પૂર્ણ કરવા, જેમાં હથાત સાઈફન વેલ તથા નવા ગેઈટ નાખવાની જરૂરીયાત છે.
આ કામ ફલ્લા સેકશનની ફલો કેનાલને કટીંગ કેનાલમાં ફેરવવાની કામગીરીમાં બાકી રહેલ સર્વે, ડીઝાઈન તેમજ નકશા બનાવી સત્વરે વહીવટી મંજુરી આપવા માંગણી કરેલ છે.સૌની યોજનાની પાઈપ લાઈન જયાંથી પસાર થાય છે તેની બન્ને બાજુના 7 કી.મી. સુધીના તળાવો, ચેકડેમો, નદીઓમાં પાણી નાખવાનું આયોજન થયેલ છે. આ આયોજન બદલ મુખ્યમંત્રીનો આભાર માની સૌરાષ્ટ્રમાં 7 કી.મી. સુધીની મર્યાદા ઉઠાવી ગામો-ગામ તળાવ, ચેકડમે અને નદીઓમાં પાણી નાખવામાં આવે તેમ માંગણી કરેલ છે.
સૌની યોજના માટે નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ બજેટમાં પુરતા નાણા ફાળવ્યા છે તે બદલ રાઘવજીભાઈ પટેલએ નાણા મંત્રીને અભિનંદન પાઠવેલ હતા તેમજ સૌની યોજનાનું પુરે પરુ અમલીકરણ થાય તે માટે જળ સંપતિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ સનિષ્ટ પ્રયત્નો કરી રહ્યા છે જે આગામી દિવસોમાં ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવશે તેમ રાઘવજીભાઈ પટેલએ જણાવેલ હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt