કે.એસ.વી સંલગ્ન સર્વ નેતૃત્વના પૂર્વતાલિમાર્થી દ્વારા કૈલાશધામ વૃદ્ધાશ્રમ ખાતે “વડીલ વંદના કાર્યક્રમ”નું આયોજન
ગાંધીનગર, 29 માર્ચ (હિ.સ.) : કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન સર્વ નેતૃત્વના ૨૧ પૂર્વ તાલીમાર્થીઓ જેમાં ૧૨ દીકરીઓ અને ૦૯ દીકરાઓ દ્વારા પેથાપુર સ્થિત કૈલાશધામ વૃદ્ધાશ્રમ ખાતે “વડીલ વંદના કાર્યક્રમ”નું અત્યંત ભાવુક અને સંવેદના સભર આયોજન કરવામાં આવ્યું હ
વૃધ્ધાશ્રમ


વૃધ્ધાશ્રમ


વૃધ્ધાશ્રમ


વૃધ્ધાશ્રમ


ગાંધીનગર, 29 માર્ચ (હિ.સ.) : કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન સર્વ નેતૃત્વના ૨૧ પૂર્વ તાલીમાર્થીઓ જેમાં ૧૨ દીકરીઓ અને ૦૯ દીકરાઓ દ્વારા પેથાપુર સ્થિત કૈલાશધામ વૃદ્ધાશ્રમ ખાતે “વડીલ વંદના કાર્યક્રમ”નું અત્યંત ભાવુક અને સંવેદના સભર આયોજન કરવામાં આવ્યું હતું.

પરીક્ષાઓના સમયમાં તણાવમુક્ત થવા, સકારાત્મક ઊર્જા અને વડીલોના આશીર્વાદ પ્રાપ્ત થાય તેવા પવિત્ર ઉદ્દેશ સાથે આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ આશરે ૭૦થી વધુ વૃદ્ધ વડીલોની વંદના કરી, તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને તેમની સાથે વિવિધ આનંદ દાયક રમતો, જીવનના અનુભવો તથા વડીલો મનોરંજન પ્રવૃત્તિઓમાં ખુબ જ ઉત્સાહ સાથે જોડાયા હતા. આ ઉપક્રમ સંસ્થાના પ્રેસિડેન્ટશ્રી વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ નિરંતર ચાલે છે જેમાં યુવાનો પોતાના રજાના દિવસોમાં સમય કાઢી, સ્વૈચ્છિક રીતે આયોજન કરી સેવા કાર્યમાં જોડાય છે. આ પ્રકારના “વડીલ વંદના કાર્યક્રમ” દ્વારા વિદ્યાર્થીઓમાં માતા-પિતા અને વડીલો પ્રત્યે સન્માન, સંવેદના અને જવાબદારીનો ભાવ વિકસે છે, જેના દ્વારા સમાજમાં સારા નાગરિકોનું નિર્માણ થતું હોય છે.

કાર્યક્રમના અંતે પ્રતિભાવ સમયે બંને પક્ષે ભાવુક વાતાવરણ સર્જાયું અને અનેક આંખોમાં આનંદના આંસુ જોવા મળ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande