માધવપુર ભારતની સાંસ્કૃતિક વિરાસત છે : મંત્રી કુંવરજીભાઇ બાવળીયા
પોરબંદર, 29 માર્ચ (હિ.સ.) : માધવપુર ઘેડના મેળાના બીજા દિવસે શ્રમ અને રોજગાર મંત્રી તથા પોરબંદર જિલ્લાના પ્રભારી કુંવરજી બાવળીયાએ ઉતર-પૂર્વ અને ગુજરાતના કલાકારોને પ્રોત્સાહિત કરી માધવપુર ઘેડના મેળાના રાજ્ય સરકાર આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં જણાવ્ય
માધવપુર ભારતની સાંસ્કૃતિક વિરાસત છે : મંત્રી કુંવરજીભાઇ બાવળીયા.


માધવપુર ભારતની સાંસ્કૃતિક વિરાસત છે : મંત્રી કુંવરજીભાઇ બાવળીયા.


માધવપુર ભારતની સાંસ્કૃતિક વિરાસત છે : મંત્રી કુંવરજીભાઇ બાવળીયા.


માધવપુર ભારતની સાંસ્કૃતિક વિરાસત છે : મંત્રી કુંવરજીભાઇ બાવળીયા.


પોરબંદર, 29 માર્ચ (હિ.સ.) : માધવપુર ઘેડના મેળાના બીજા દિવસે શ્રમ અને રોજગાર મંત્રી તથા પોરબંદર જિલ્લાના પ્રભારી કુંવરજી બાવળીયાએ ઉતર-પૂર્વ અને ગુજરાતના કલાકારોને પ્રોત્સાહિત કરી માધવપુર ઘેડના મેળાના રાજ્ય સરકાર આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં જણાવ્યું હતુ કે, માધવપુર ઘેડ ભારતની સાંસ્કૃતિક વિરાસત છે. અહીં સદીઓ જુના સ્મારકો પણ છે. ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણી માતાના જ્યાં લગ્ન થયા હતા એ માધવપુર સોમનાથ અને દ્વારકા વચ્ચેનું સુંદર સ્થળ અને સંસ્કૃતિનું કેન્દ્ર છે.

મંત્રીએ ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂકમણીના લગ્નની પૈરાણિક કથા શ્રદ્ધા સાથે જણાવી કહ્યુ હતુ કે, આ મેળો આપણને આપણી વિરાસતની યાદ અપાવે છે. આ મેળો આપણું ગૌરવ છે. એટલુ જ નહીં ભારતના ઉતર-પૂર્વ અને ભારત વર્ષના પશ્ચિમની સંસ્કૃતિનું પણ સંગમ છે. વિવિધતામાં એકતા સાથે આ મેળો એક ભારત શ્રેષ્ઠ ભારતનું પણ પ્રતિક છે. મેળો પરંપરાગત યોજાતો હતો પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મેળાને રાષ્ટ્રીય માન આપ્યુ છે. ઉતર-પૂર્વમાંથી આ વર્ષે પણ કલાકારો અહીં માધવપુરમાં ગુજરાતના કલાકારો સાથે ભગવાન માધવરાયજીના જય ઘોષ સાથે આ સંસ્કૃતિને કૃતિઓની પ્રસ્તુતિ દ્વારા ઉજાગર કરે છે.

મંત્રીએ કહ્યુ કે, ભારત સરકાર અને ગુજરાત સરકારના પ્રયાસોથી આ મેળામાં ઉતર-પૂર્વ અને ગુજરાતના હસ્તકલાના કારીગરોને પ્લેટફોર્મ આપવામાં આવ્યુ છે. મોટી સંખ્યામાં લોકો આ મેળો માણી રહ્યા છે અને ભગવાન શ્રી કૃષ્ણની પ્રેમ ભક્તિમા સમર્પિત છે. મંત્રીએ સૌને શુભકામના પાઠવીને કહ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં માધવપુરમાં ભગવાન અને માતાજીના મંદિરોના રીસ્ટોરેશનના કાર્યો પણ હાથ ધરવામાં આવ્યા છે. આ મેળાથી લોકોની સંખ્યા વધતા ગુજરાત અને આસપાસના રાજ્યોના યુવાનોને રોજગારી મળી રહી છે. જેનો લાભ માધવપુરના સ્થાનિક લોકોને પણ મળી રહ્યો છે.

કાર્યક્રમના પ્રારંભે કલેક્ટર એસ.ડી.ધાનાણીએ જણાવ્યુ હતુ કે, મેળામાં જોડાયેલા બધા જ લોકો મેળામાં વિવિધ આકર્ષણો અને સુવિધાનો લાભ લઇને આનંદથી મેળો માણે. તેઓએ મેળામાં આનંદનગરી, દરિયાઇ બીચ રમતો અને વિવિધ સ્ટોલની માહિતી આપી હતી.આ પૂર્વે મંત્રીએ ભગવાન માધવરાયજીના દર્શન કર્યા હતા અને મેળાના સ્ટોલની મુલાકાત લઇ કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા. પ્લાસ્ટીક મુક્ત અભિયાન અંતર્ગત થેલીનું વિતરણ કર્યુ હતું.

મેળાના બીજા દિવસના આ કાર્યક્રમમાં મંત્રીની સાથે ધારાસભ્ય ભગવાનજીભાઇ કરગઠીયા, પૂર્વ મંત્રી બાબુભાઇ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ.ચેતનાબેન તિવારી, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ પરબતભાઇ પરમાર, ભારત સરકારના સાંસ્કૃતિ મંત્રાલયના અધિકારી ડૉ.પ્રસંના ગોગોઇ, મ્યુનીસીપલ કમિશનર હસમુખ પ્રજાપતિ, ડીડીઓ બી.બી.ચૌધરી, એસ.પી. ભગીરસિંહ જાડેજા, અધિક કલેક્ટર રેખાબા સરવૈયા, પ્રાંત અધિકારી સંદિપ જાદવ, માધવપુર ગામના સરપંચશ્રી ભનુભાઇ ઓડેદરા તેમજ પ્રવાસન નિગમ અને સાંસ્કૃતિક વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande