જામનગર જિલ્લા પંચાયતની આગામી ચૂંટણી માટે અનામત બેઠકોનું રોટેશન જાહેર
જામનગર, 29 માર્ચ (હિ.સ.) : જામનગર સહિત રાજ્યની તમામ જિલ્લા પંચાયતો, તાલુકા - પંચાયતોની આગામી સામાન્ય ચુંટણી માટે અગાઉ બેઠક વાઈઝ અનામત રોટેશન જાહેર થયા પછી પ્રમુખ પદના બાકી રહેતા અનામત રોટેશનની જાહેરાત રાજયના વિકાસ કમિશનર દ્વારા કરવામાં આવી છે.
જિલ્લા પંચાયત જામનગર


જામનગર, 29 માર્ચ (હિ.સ.) : જામનગર સહિત રાજ્યની તમામ જિલ્લા પંચાયતો, તાલુકા - પંચાયતોની આગામી સામાન્ય ચુંટણી માટે અગાઉ બેઠક વાઈઝ અનામત રોટેશન જાહેર થયા પછી પ્રમુખ પદના બાકી રહેતા અનામત રોટેશનની જાહેરાત રાજયના વિકાસ કમિશનર દ્વારા કરવામાં આવી છે. જેમાં જામનગર જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ આગામી અઢી વર્ષ માટે સામાન્ય વર્ગ મહિલા અનામત જાહેર કરાયું છે.

તેથી છેલ્લા અઢી વર્ષની માફક ફરી આગામી અઢી વર્ષ પ્રમુખ પદે મહિલા બિરાજશે. તે નિશ્વિત બન્યું છે. આ જ રીતે તાલુકા પંચાયતોમાં પણ પ્રમુખ પદના અનામતોનું રોટેશન જાહેર કરાયું છે.

જામનગર તાલુકા પંચાયતમાં પ્રમુખ ઓબીસી-પુરુષ, 26માંથી 3 અનુ, 1 અનુ.જનજાતિ, 7 ઓબીસી, 15 બેઠકો સામાન્ય મળી કુલ 26 બેઠકો છે. ર0ર6ની ચૂંટણી માટે જ બેઠકોનું બેઠક દીઠ અનામતનું નવું રોટેશન જોઈએ તો આમરા (સામાન્ય-સ્ત્રી). અલીયા (સામાન્ય), બેડ (સા.સ્ત્રી), બેરાજા -(સામાન્ય), ચેલા અને દડીયા (સા.સ્ત્રી), દરેડ, ઢીંચડા અને ધુંવાવ (ઓબીસી સ્ત્રી), ધુતારપર (અનુ.જાતિ-સ્ત્રી), દગ્વિજય ગ્રામ, ફલ્લા, હર્ષદપુર અને જામવંથલી (ઓબીસી), જીવાપર (સા.સ્ત્રી), ખીમરાણા (સામાન્ય), લાખાબાવળ (સા.સ્ત્રી), મોરકંડા (અનુ.જાતિ. સ્ત્રી), મોટી બાણુંગાર (સામાન્ય), મોટી ભલસાણ (સામાન્ય સ્ત્રી), મોટી ખાવડી (સામાન્ય), નાઘેડી (અનુ.જાતિ), નવા નાગના અને સચાણા (સામાન્ય), ઠેબા (સા.સ્ત્રી), વીરપર (અનુ.આદિજાતિ) બેઠક છે.

જોડીયા તાલુકા પંચાયતમાં સા. મહિલા પ્રમુખ, 16માંથી અનુ. અને અનુ.જન.1-1, ઓબીસી-4, 10 બેઠકો જનરલ છે.જેમાં2026ની ચુંટણીમાં બેઠક દીઠ અનામત બેઠકો જોઈએ તો બાલાચડી (સામાન્ય સ્ત્રી), બાલંભા (સામાન્ય), ભાદરા (સા.સ્ત્રી) દુધઈ (ઓબીસી સ્ત્રી), હડિયાણા (સામાન્ય). માન્યા. જોડીયા-1 (અનુ.આદિજાતિ) જોડીયા-ર (ઓબીસી-સ્ત્રી). જોડીયા-3 અને કેશીયા (ઓબીસી), કુનડ. માધાપર અને મેઘપર (સામાન્ય). પીઠડ (અનુ. જાતિ-સ્ત્રી), રસનાળ, તારાણા અને વાવડી (સા.સ્ત્રી) અનામત રાખવામાં આવી છે.

લાલપુર તાલુકા પંચાયતમાં સા. પુરુષ પ્રમુખ, 18 બેઠકોમાં અ.જા.ર, અ.જ.જા.1, ઓબીસી-5, સામાન્ય 10 બેઠકો છે. આગામી ચુંટણી માટેની અનામત બેઠકો જોઈએ તો આરબલુસ (સામાન્ય સ્ત્રી), ભણગોર (અનુ.આદિજાતિ સ્ત્રી). ગોવાણા અને હરિપર(સા.સ્ત્રી), કાનાલુસ અને મોટા ખડબા (ઓબીસી સ્ત્રીમ. નાના ખડબા (ઓબીસી), લાલપુર-1 (અનુ જાતિ સ્ત્રી), લાલપુર-2 અને લાલપુર-3 (ઓબીસી), મોડપર અને નાંદુરી (સામાન્ય), પડાણા (અનુ.જાતિ). પીપરટોડા. નાની રાફુદડ અને રીંજપર (સામાન્ય). સીંગચ અને ઝાંખર (સા.સ્ત્રી) અનામત રખાઈ છે.

કાલાવડ તાલુકા પંચાયતમાં પ્રમુખ મહિલા (અનુ.) 18માંથી ર અ.જા., અ.જ.જા.1, ઓબીસી-5 અને સામાન્ય 10 બેઠકો છે.કુલ 18 બેઠકોમાંથી અગામી ચુંટણી માટેનું અનામત રોટેશન જોઈએ તો આણંદપુર (સામાન્યા. બેરાજા (સા.સ્ત્રી. છતર (અનુ.જાતિ સ્ત્રીમ. ધુન ધોરાજી (ઓબીસી સ્ત્રી, જશાપર (સામાન્ય), કાલમેઘડા (અનુ જાતિ) ખઢેરા (ઓબીસી સ્ત્રીમ. ખરેડી ઓબીસી સ્ત્રી, મકરાણો સણોસરા (અનુ.આદિ જાતિ) માટા વડાળા અને મોટી માટલી (ઓબીસો, મુળીલા અને નાના વડાળા (સામાન્ય). નાની વાવડી (સાસ્ત્રી, નવાગામ ( સામાન્યા, નિકાવા પીપર અને પીઠડીયા ( સા.સ્ત્રી અનામત રખાઈ છે.

જામજોધપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ મહિલા ઓબીસી, 18 બેઠકોમાં અ.જા. બે, અ.જ.જા.1, ઓબીસી-5, સામાન્ય 10 બેઠકો છે. આગામી ચુંટણી માટે અનામત બેઠકો જોઈએ તો બાલવા (અનુ આદિ જાતિ), બુટાવદર (સા.સ્ત્રી) ધ્રાફા (સામાન્ય), ગીંગણી (અનુ જાતિ), ઈશ્વરીયા (ઓબીસી). જામવાડી (અનુ.જાતિ સ્ત્રી), માંડાસણ અને મોટા વડીયા . (આંગસી સ્ત્રી), મોટી ગોપ અને પાટણ (ઓબીસી), સડોદર સમાણા અને સતાપર (સામાન્ય), શેઠવડાળા (સા.સ્ત્રી), સીદસર (સામાન્ય), તરસાઈ, વનાણા અને વાંસજાળીયા (સા. સ્ત્રી) અનામત રખાઈ છે.

ધ્રોલ તાલુકા પંચાયતમાં પ્રમુખ સા. પુરુષ, 16 બેઠકોમાં અ.જા.1, અ.જ.જા.1, ઓબીસી 4, 10 બેઠકો સામાન્ય છે આગામી ચુંટણીમાં અનામત બેઠકો જોઈએ તો ભેંસદડ (સામાન્ય), દેડકદડ (સા.સ્ત્રી), હાડટોડા (અનુ આદિજાતિ), હામાપર (સા.સ્ત્રી), જાળીયા દેવાણી અને જાયવા (ઓબીસી સ્ત્રી), ખાખરા (અનુ, સ્ત્રી), ખારવા અને ખેંગારકા (ઓબીસી), લૈયારા (સામાન્ય), લંતિપુર-1 (સા.સ્ત્રી), લતિપુર-ર, લતિપુર-3 અને નથુવડલા (સામાન્ય), મોટા વાગુદડ અને વાંકીયા (સા.સ્ત્રી) અનામત રખાઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande