
ભાવનગર, 29 માર્ચ (હિ.સ.)તલગાજરડાથી શ્રી મોરારિબાપુને અર્પણ કરી શરૂ થયેલ ચકલી માળા અભિયાનનું કુંઢેલી શાળામાં સમાપન થયું છે. કાર્યકર્તા શ્રી રમેશભાઈ નાકરાણી પ્રેરિત અભિયાનમાં અગ્રણી શ્રી નાનુભાઈ ડાખરા અને શ્રી મૂકેશ પંડિતની ઉપસ્થિતિમાં ચકલી માળા વિતરણ થયું હતું.ઈશ્વરિયાના વતની અને ઉગામેડી સ્થિત નિવૃત્ત આચાર્ય અને પર્યાવરણ કાર્યકર્તા શ્રી રમેશભાઈ નાકરાણી પ્રેરિત અભિયાનમાં દાતા રહેલ સ્વર્ગસ્થ ભૂપતભાઈ મોરડિયા પરિવાર દ્વારા ચકલીમાળાનું બોટાદ અને ભાવનગર જિલ્લામાં વિતરણ કરવામાં આવ્યું છે. શ્રી ચિત્રકુટધામ તલગાજરડાથી શ્રી મોરારિબાપુને અર્પણ કરી શરૂ થયેલ ચકલી માળા અભિયાનનું કુંઢેલી શાળામાં યોજાયેલ કાર્યક્રમ સાથે સમાપન થયું છે. તળાજા પાસેના કુંઢેલી ગામે પ્રાથમિક શાળામાં આ અભિયાનમાં અગ્રણી શ્રી નાનુભાઈ ડાખરા અને શ્રી મૂકેશ પંડિતની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને ચકલી માળા વિતરણ થયું હતું. આ સાથે બાળકોને પક્ષીઓ અને પર્યાવરણ જતનનો સંદેશો આપવામાં આવ્યો. કુંઢેલી પ્રાથમિક શાળામાં શિક્ષક શ્રી જીતુભાઈ જોષીના સંચાલન સાથે ચકલી માળા વિતરણ વેળાએ શિક્ષણ વિભાગના શ્રી દીપકભાઈ મોભની પણ ઉપસ્થિતિ રહી. શિક્ષકગણ શ્રી નરેશભાઈ બારૈયા, શ્રી અલ્પાબેન સોલંકી તથા શ્રી સંગીતાબેન કાપડિયા જોડાયાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT