
નવી દિલ્હી, 8 માર્ચ (હિ.સ.). આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, રવિવારે સરોજિની નગરમાં જનરલ પૂલ રેસિડેન્શિયલ એકોમોડેશન (જીપીઆરએ) ટાઇપ-5 ક્વાર્ટર્સની મુલાકાત લીધી અને મહિલા ફાળવણીકારોને તેમના મકાનોની ચાવીઓ સોંપીને અભિનંદન આપ્યા.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ, મહિલા ફાળવણીકારો અને બાંધકામ કાર્યમાં રોકાયેલા કામદાર બહેનો સાથે વાતચીત કરી, તેમના અનુભવો અને સૂચનો સાંભળ્યા. તેમણે મહિલાઓના યોગદાનની પ્રશંસા કરી અને જણાવ્યું કે, સરકાર મહિલાઓને સશક્તિકરણ અને સન્માન આપવા માટે સતત પ્રયાસો કરી રહી છે. પ્રધાનમંત્રીએ રહેણાંક સંકુલનું પણ નિરીક્ષણ કર્યું અને ત્યાં ઉપલબ્ધ સુવિધાઓ વિશે પૂછપરછ કરી. આ પ્રસંગે કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલ પણ હાજર હતા.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ