પોરબંદર જિલ્લામાં ચૂંટણી પૂર્વે જ ભાજપની જીતના શ્રી ગણેશ
પોરબંદર, 11 એપ્રિલ (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં ચૂંટણી પૂર્વે જ ભાજપની જીતના શ્રી ગણેશ થઇ ગયા છે. પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડો ચેતનાબેન તિવારીની અધ્યક્ષ સ્થાને થી ભાજપ કાર્યાલય કમલમ ખાતે વિજયોત્સવ ની ઉજવણી કરવામાં આવી છે. પોરબંદર મહાનગરપાલિકા બન્ય
પોરબંદર જિલ્લામાં ચૂંટણી પૂર્વે જ ભાજપની જીતના શ્રી ગણેશ.


પોરબંદર જિલ્લામાં ચૂંટણી પૂર્વે જ ભાજપની જીતના શ્રી ગણેશ.


પોરબંદર જિલ્લામાં ચૂંટણી પૂર્વે જ ભાજપની જીતના શ્રી ગણેશ.


પોરબંદર, 11 એપ્રિલ (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં ચૂંટણી પૂર્વે જ ભાજપની જીતના શ્રી ગણેશ થઇ ગયા છે. પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડો ચેતનાબેન તિવારીની અધ્યક્ષ સ્થાને થી ભાજપ કાર્યાલય કમલમ ખાતે વિજયોત્સવ ની ઉજવણી કરવામાં આવી છે.

પોરબંદર મહાનગરપાલિકા બન્યા બાદ ની પ્રથમ ચૂટણી માં વૉર્ડ ના. 12 માં ભારતીય જનતા પાર્ટી એ વર્ષાબેન જયેશભાઇ કારાવદરા, મધુબેન સતીષકુમાર જોષી, જયભાઈ રાજશીભાઇ ચૌહાણ, રણમલભાઇ મેપાભાઇ ઓડેદરાના નામની જાહેરાત કરી હતી. જેમાં આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ સિવાય કોઈપણ પક્ષ તરફ થી ફોર્મ ભરવામાં નહિ આવતા ચારે ચાર બેઠક ઉપર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે. આ બેઠક બિનહરીફ થાય તે માટે ભોજાભાઈ કાનાભાઈ ખૂંટી અને લાખાભાઈ ભોજાભાઈ ખૂંટી એ પ્રયાસો કર્યા હતા. આ બિનહરીફ ઉમેદવારોને પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી સહીત આગેવાનો એ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ ઉપરાંત પોરબંદર તાલુકા પંચાયતની ત્રણ બેઠકો ઉપર ના ભાજપના ઉમેદવારો બિન હરીફ થયા છે. જેમાં ગોસા સીટ ઉપર લાખાભાઈ વાઘાભાઈ કોડીયાતર, રાતીયા સીટ ઉપર સંતોકબેન ભોળાભાઈ દાસા અને રોજીવાડા સીટ ઉપર વાલીબેન કેશુભાઈ ઓડેદરા બિન હરીફ જાહેર થયેલ છે તેઓ ને પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande