
પાટણ, 11 એપ્રિલ (હિ.સ.) : પાટણની ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત બોમ્બે મેટલ પ્રાથમિક શાળામાં માનવસેવા ટ્રસ્ટ ગુજરાત દ્વારા ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના સુખડ અને બુકે દ્વારા સ્વાગતથી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ કે. પટેલ, સહમંત્રી અશોકભાઈ પટેલ, કારોબારી સભ્ય મનોજભાઈ પટેલ તેમજ ટ્રસ્ટના પ્રમુખ દીપકભાઈ આર. મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહેમાનોની હાજરીમાં કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન શાળાના શિક્ષકોને ‘શ્રેષ્ઠ શિક્ષક રત્ન એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ કલા મહાકુંભમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા અને સ્વાગત ગીત રજૂ કરનાર બાળાઓને ₹1000 રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
આ ઉપરાંત, શાળાના 480 વિદ્યાર્થીઓને આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંતે શાળા પરિવારે માનવસેવા ટ્રસ્ટ, દીપકભાઈ પરીખ અને સતીષભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ