ગીર સોમનાથ જિલ્લા પંચાયત / તાલુકા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ માટે ચૂંટણી નિરીક્ષકની નિમણૂક
ગીર સોમનાથ જિલ્લા પંચાયત / તાલુકા પંચાયત
ગીર સોમનાથ જિલ્લા પંચાયત / તાલુકા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ માટે ચૂંટણી નિરીક્ષકની નિમણૂક


ગીર સોમનાથ 12 એપ્રિલ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાની જિલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયતો અને ૦૪-નગરપાલિકાઓ(કોડીનાર સિવાય)ની સામાન્ય ચૂંટણી આગામી તા.૨૬/૦૪/૨૦૨૬ના યોજાનાર છે.

સચિવ, રાજય ચૂંટણી આયોગ, ગાંધીનગરના તા.૦૯/૦૪/૨૦૨૬ ના હુકમથી સમગ્ર ચૂંટણી નિષ્પક્ષ, મુકત અને ન્યાયપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે ગીર સોમનાથ જિલ્લામાં ચૂંટણી નિરીક્ષકશ્રી તરીકે આર.આર.ગોહેલ, કંટ્રોલર, કાનૂની માપ વિજ્ઞાન, ગાંધીનગરની નિમણૂક કરવામાં આવી છે.

ચૂંટણી નિરીક્ષકશ્રી દ્વારા જિલ્લાની મુલાકાત લઈ જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એમ અધિક જિલ્લા/ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેકટર ગીર સોમનાથની એક યાદીમાં જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande