પાટણ નગરપાલિકા ચૂંટણીમાં ઉમેદવારી ચકાસણીમાં 19 ફોર્મ રદ
પાટણ, 13 એપ્રિલ (હિ.સ.) પાટણ નગરપાલિકાની 44 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષોએ જોરશોરથી તૈયારી કરી છે. કુલ 134 ઉમેદવારોએ 137 ફોર્મ ભર્યા હતા, જેમાંથી ચકાસણી બાદ 19 ફોર્મ અમાન્ય જાહેર કરાયા છે, જ્યારે 115 ફોર્મ માન્ય ઠર્યા છે.

ઉમેદવારી પત્રોની ચકાસણી દરમિયાન ચૂંટણી અધિકારીની કચેરી ખાતે ભારે ભીડ જોવા મળી હતી. ઉમેદવારો અને તેમના સમર્થકોની ઉપસ્થિતિને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.

ફોર્મ રદ થવાના મુખ્ય કારણોમાં અધૂરી માહિતી, રાજકીય પક્ષનો સત્તાવાર મેન્ડેટ ન મળવો, 2005 પછીની બે સંતાન નીતિનો ભંગ, મતદાર યાદીમાં નામ ન હોવું અને ડિપોઝિટ ન ભરવી જેવી ખામીઓ સામેલ છે.

વોર્ડ નંબર 2માં કોંગ્રેસના દશરથલાલ ભીલનું ફોર્મ પાંચ બાળકો હોવાના કારણે રદ થયું, જ્યારે અન્ય કેટલાક ઉમેદવારોના ફોર્મ પણ વિવિધ તકનિકી ખામીઓના કારણે અમાન્ય ઠર્યા છે. હવે ઉમેદવારી પાછી ખેંચવાની પ્રક્રિયા બાદ ચૂંટણીનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ

 rajesh pande