પાટણમાં મહિલા કોંગ્રેસ પ્રમુખને શિસ્તભંગ મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા.
પાટણ, 13 એપ્રિલ (હિ.સ.)પાટણ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ મુમતાજબાનું શેખને, પક્ષની શિસ્તભંગ અને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ બદલ તાત્કાલિક અસરથી તમામ હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ નિર્ણય પક્ષના મોવડી મંડળે પક્ષની છબી જાળવવા માટે લીધો છે. આ ઘટના
પાટણમાં મહિલા કોંગ્રેસ પ્રમુખનું શિસ્તભંગ મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા.


પાટણ, 13 એપ્રિલ (હિ.સ.)પાટણ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ મુમતાજબાનું શેખને, પક્ષની શિસ્તભંગ અને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ બદલ તાત્કાલિક અસરથી તમામ હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ નિર્ણય પક્ષના મોવડી મંડળે પક્ષની છબી જાળવવા માટે લીધો છે.

આ ઘટના 13 એપ્રિલ, 2026ના રોજ પાટણ પ્રાંત કચેરી ખાતે નગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારી ફોર્મની ચકાસણી દરમિયાન બની હતી. દરમિયાન, તેમણે શહેર કન્વીનર મધુભાઈ કે. પટેલ સાથે જાહેરમાં અયોગ્ય વર્તન કર્યું હતું.

પક્ષના ઉચ્ચ હોદ્દેદારોને અગાઉથી પણ મુમતાજબાનું શેખ વિરુદ્ધ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ અંગે ફરિયાદો મળી રહી હતી. વારંવારની આવી પ્રવૃત્તિઓ અને તાજેતરની ઘટનાને પક્ષના સિદ્ધાંતો વિરુદ્ધ ગણાવી કાર્યવાહી કરવામાં આવી છે.

મુમતાજબાનું શેખે પોતાના બચાવમાં જણાવ્યું કે તેમને દીપકભાઈ, મધુભાઈ અને કિરીટભાઈએ ટિકિટ મળ્યાનું કહી ફોર્મ ભરાવ્યું હતું, પરંતુ ચકાસણી દરમિયાન ફોર્મ રદ થયું. ત્યારબાદ થયેલી બોલાચાલીથી વિવાદ વધ્યો અને અંતે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande