સુત્રાપાડા નગરપાલિકા ચૂંટણી: ફોર્મ ચકાસણી પૂર્ણ, 53 ઉમેદવારી ફોર્મ માન્ય
ગીર સોમનાથ, 13 એપ્રિલ (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા નગરપાલિકાની આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ઉમેદવારી ફોર્મની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. ચકાસણી દરમિયાન કુલ 53 ઉમેદવારી ફોર્મ માન્ય જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે કેટલા
સુત્રાપાડા નગરપાલિકા ચૂંટણી: ફોર્મ


ગીર સોમનાથ, 13 એપ્રિલ (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા નગરપાલિકાની આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ઉમેદવારી ફોર્મની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. ચકાસણી દરમિયાન કુલ 53 ઉમેદવારી ફોર્મ માન્ય જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે કેટલાક ફોર્મ અમાન્ય ઠરાવવામાં આવ્યા છે.

માહિતી મુજબ, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા કુલ 46 ઉમેદવારી ફોર્મ દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 24 ઉમેદવારોના ફોર્મ માન્ય જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસ પાર્ટીએ 24 ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા હતા, જેમાંથી 23 ઉમેદવારોના ફોર્મ માન્ય ઠર્યા છે. કોંગ્રેસ પાર્ટીના વોર્ડ નંબર 5ના ઉમેદવાર નું એક ફોર્મ ચકાસણી દરમિયાન અમાન્ય જાહેર કરવામાં આવ્યું છે.

આમ આદમી પાર્ટી દ્વારા રજૂ કરાયેલા ત્રણેય ઉમેદવારી ફોર્મ માન્ય જાહેર થયા છે. ઉપરાંત, અપક્ષ ઉમેદવારોના કુલ ત્રણ ફોર્મમાંથી તમામ ત્રણેય ફોર્મ માન્ય ગણાયા છે.

ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થતાં હવે ઉમેદવારોમાં ચૂંટણી પ્રચાર માટે ચહલપહલ વધવાની શક્યતા છે. આગામી દિવસોમાં ઉમેદવારો દ્વારા પ્રચાર અભિયાન તેજ બનશે અને મતદારોને રીઝવવા માટે વિવિધ પ્રયાસો હાથ ધરાશે.

આ સમગ્ર પ્રક્રિયા ચૂંટણી અધિકારીઓની દેખરેખ હેઠળ શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande