યાત્રિયોની વધતી માંગ અને મુસાફરી સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે પશ્ચિમ રેલવે દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો
ભાવનગર,13 એપ્રિલ (હિ.સ.) ટ્રેન નંબર 19209/10 ભાવનગર–ઓખા–ભાવનગર એક્સપ્રેસમાં તૃતીય વાતાનુકૂલિત કોચની સ્થાયી વૃદ્ધિ યાત્રિયોની વધતી માંગ અને મુસાફરી સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે પશ્ચિમ રેલવે દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંતર
ટ્રેન નંબર 19209/10 ભાવનગર–ઓખા–ભાવનગર એક્સપ્રેસમાં તૃતીય વાતાનુકૂલિત કોચની સ્થાયી વૃદ્ધિ યાત્રિયોની વધતી માંગ અને મુસાફરી સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે પશ્ચિમ રેલવે દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંતર્ગત ટ્રેન નંબર 19209/10 ભાવનગર ટર્મિનસ–ઓખા–ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસમાં એક વધારાનો તૃતીય વાતાનુકૂલિત (થર્ડ એસી) કોચ સ્થાયી રીતે લગાવવામાં આવશે. વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપતાં જણાવ્યું કે હાલમાં એક તૃતીય શ્રેણી વાતાનુકૂલિત કોચ (3rd AC) કોચ તાત્કાલિક રીતે લગાવવામાં આવતો હતો, જેને હવે રેલવે પ્રશાસન દ્વારા સ્થાયી રીતે લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સુધારેલ કોચ રચના નીચે મુજબ અમલમાં આવશે: • ટ્રેન નંબર 19209 (ભાવનગર ટર્મિનસ–ઓખા) માટે તારીખ 01 જૂન, 2026 થી • ટ્રેન નંબર 19210 (ઓખા–ભાવનગર ટર્મિનસ) માટે તારીખ 02 જૂન, 2026 થી આ નિર્ણયથી યાત્રિયોને વધુ આરક્ષિત બેઠકો ઉપલબ્ધ થશે તેમજ તેમની મુસાફરી વધુ આરામદાયક અને સુવિધાજનક બનશે. મંડળ રેલ પ્રબંધક  દિનેશ વર્માએ મુસાફરોને અપીલ કરી છે કે તેઓ આ વાતાનુકૂલિત કોચની સુવિધાનો વધુમાં વધુ લાભ લઈ સુરક્ષિત અને આરામદાયક મુસાફરીનો અનુભવ કરે.


ભાવનગર,13 એપ્રિલ (હિ.સ.) ટ્રેન નંબર 19209/10 ભાવનગર–ઓખા–ભાવનગર એક્સપ્રેસમાં તૃતીય વાતાનુકૂલિત કોચની સ્થાયી વૃદ્ધિ

યાત્રિયોની વધતી માંગ અને મુસાફરી સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે પશ્ચિમ રેલવે દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંતર્ગત ટ્રેન નંબર 19209/10 ભાવનગર ટર્મિનસ–ઓખા–ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસમાં એક વધારાનો તૃતીય વાતાનુકૂલિત (થર્ડ એસી) કોચ સ્થાયી રીતે લગાવવામાં આવશે.

વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપતાં જણાવ્યું કે હાલમાં એક તૃતીય શ્રેણી વાતાનુકૂલિત કોચ (3rd AC) કોચ તાત્કાલિક રીતે લગાવવામાં આવતો હતો, જેને હવે રેલવે પ્રશાસન દ્વારા સ્થાયી રીતે લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સુધારેલ કોચ રચના નીચે મુજબ અમલમાં આવશે:

• ટ્રેન નંબર 19209 (ભાવનગર ટર્મિનસ–ઓખા) માટે તારીખ 01 જૂન, 2026 થી

• ટ્રેન નંબર 19210 (ઓખા–ભાવનગર ટર્મિનસ) માટે તારીખ 02 જૂન, 2026 થી

આ નિર્ણયથી યાત્રિયોને વધુ આરક્ષિત બેઠકો ઉપલબ્ધ થશે તેમજ તેમની મુસાફરી વધુ આરામદાયક અને સુવિધાજનક બનશે.

મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ મુસાફરોને અપીલ કરી છે કે તેઓ આ વાતાનુકૂલિત કોચની સુવિધાનો વધુમાં વધુ લાભ લઈ સુરક્ષિત અને આરામદાયક મુસાફરીનો અનુભવ કરે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande